________________
(
૯ )
જવાબ–દુશમનનું પણ આપણે ભલું ચહાવું જોઈએ. તેઓ આપણી સાથે સલાહ કરવા ઈચ્છે તે તેમને માફી બક્ષવી જોઈએ અને તેમની નિંદા કે અદેખાઈથી દૂર રહેવું જોઇએ.
સવાલ–આ ઉપરાંત બીજી આપણ નીતિ સંબંધી શી શી ફરજ છે !
જવાબ–આપણે હમેશાં (૧) સાચું બોલવું, (૨) પ્રમાણિક રહેવું,(૩)સુશીલ થવું. (૪)ઉદ્યોગી બનવું,(૫)વિનયનમ્રથઈ વર્તવું.(૬) ગુણગ્રાહી થવું,(૭) ધૈર્યવાન થવું ,(૮)પવિત્ર મન રાખવું,૯)સલાહ સંપથી રહેવું, (૧૦) ગંભીર થવું, (૧૧) ઉદાર થવું,(૧૨) આનંદી રહેવું(૧૩)સાવધાન થવું,(૧૪)ચતુરતા મેળવવી,(૧૫) શય વાન થવું અને (૧૬) ઉદ્યમી થવું-એ નીતિની મુખ્ય શિક્ષાઓ છે. ટૂંકામાં કહીએ તે જેટલાં સદગુણો છે એટલા નીતિના પાઠ છે.
સવાલ-જેન ધર્મમાં નીતિનું પ્રતિપાદન શી રીતે કરેલું છે?
જવાબ– જૈન ધર્મમાં નીતિને સામાન્ય ધર્મ તરીકે જણાવેલ છે. સામાન્ય ધર્મ એટલે કે સર્વે ધર્મોમાં કબલ રખાયેલા સિદ્ધાંત કે નીતિ.
સવાલ–નીતિ અને ધર્મ એક છે કે જુદા ?
જવાબ-નીતિને કાયમ રાખી ધમ કંઈક આપણને વધુ શ્રદ્ધા, વધુ જ્ઞાન અને વધુ શાંતિ આપીને વધુ સુખ તરફ દોરે છે. નીતિ પહેલું પગથિયું છે. ધર્મ તેની ઉપરનું પગથિયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com