________________
(૧૦૨) ૧૩. રેગ્યતા મેળવ્યા વગર વસ્તુધર્મની પ્રગતિ થઈ શકતી નથી તેથી ઉત્તમ પ્રકારની ક્ષમા, નમ્રતા, સરલતા, સંતેષ અને ઉદારતાદિકવડે સુગ્યતા મેળવવા ચૂકવું નહિ. રૂડી યોગ્યતા પામેલે જીવ ચિંતામણિ રત્ન જે ધર્મ સહેજે પામી શકે છે.
૧૪. કઈ જાતનું દુર્વ્યસન પવિત્ર તીર્થને ભેટી જલદી દુર કરી દેવું. પવિત્ર તીર્થને ભેટી તપ-જપ-જ્ઞાન-ધ્યાન-વ્રત-પચ્ચખાણ કરવાનું વ્યસન તે જરૂર કાયમ રાખવું.
૧૫. તીર્થમાં જંગમ તીર્થરૂપ સદગુણી સંત-મહાત્માદિકને સમાગમ કરી દેષ માત્ર દૂર કરવા. તેમની સ્વાર્થ વગરની હિતશિક્ષાને જરૂર અનુસરવું.
૧૬. મન, વચન અને કાયાથી સઘળી શુદ્ધિ સાચવી, સહુનું શ્રેય થાય એવું આપણી આસપાસ શુદ્ધ વાતાવરણ બનાવી દેવું જેથી શીઘ્ર સ્વ-પરકલ્યાણની સિદ્ધિ થાય.
૧૭. શત્રુંજય તીર્થરાજ જેવા સર્વોત્તમ સ્થાનમાં બીજી ખટપર તજી શાંતિથી રહેનાર વહિત સાધી શકે છે. અંતરલક્ષથી જયણા (જીવદયા) સહિત પગપાળે એક પણ યાત્રા જેવી લાભદાયી થાય છે તેવી જયણું રહિત ઉપયોગશૂન્યપણે અનેક યાત્રાઓ પણ લાભદાયક થઈ શકતી નથી, તેથી થોડી કે ઘણી યાત્રા કરવા ઈચ્છતા સહુએ જરૂર જ્યણું સાચવવી.
૧૮. જયણાપૂર્વક સાતે શુદ્ધિ સાચવીને યાત્રાર્થે જતાં, વિકશાદિક પ્રમાદ સેવે નહિ. વિકથાથી તે પોતાનું તથા પરનું પણ બગાડે છે તેથી હૃદયમાં શ્રી ગિરિરાજના ગુણનું સ્મરણ કરતાં કરતાં વધતા શુભ પરિણામ ઉપર ચડવું.
૧૯. ધર્મનું મૂળ વિનય હેવાથી નમ્રતા રાખી ચાલવું. યાત્રા જતાં દેહનું દમન કરવું. ખાસ મોટી માંદગી વિગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com