________________
(૧૦૪) કેટલાક મુખ્ય યાત્રાળુઓ શ્રીફળને ચેટલીથી ઝાલી લઈ જતા જોવામાં આવે છે તે રીતિ અનુચત છે. શ્રીફળ આદિક આદર સહિત બે હાથમાં અથવા થાળ પ્રમુખમાં રાખીને જ લઈ જવું ઉચિત છે.
૨૫. યાત્રા જતાં ઉપર માગ માં કઈ પણ પ્રકારે અશુચિ પ્રમુખ આશાતના આપણાથી ન થાય એવી સંભાળ રાખવી.
૨૬. યથાશક્તિ પોરિસી પ્રમુખનું પચ્ચખાણ કરીને જ ઉપર ચડવું, કેમકે અત્રે કરેલું નાનું પણ પચ્ચખાણ મહાન લાભ આપે છે.
ર૭. આ ક્ષેત્રમાં હરેક રીતે સીદાતા સાધમી ભાઈઓને વિવેક સહિત સહાય આપી ધર્મમાર્ગમાં જોડવા પ્રયત્ન કરે.
૨૮. દેહ ઉપરની માયા ઓછી કરી, સુખ શીલપણું તજીને અહીં સ્વશક્તિ અનુસાર દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મનું સારી રીતે સેવન કરવું. આ પુણ્યક્ષેત્રમાં વિવેકથી કરેલી ધર્મકરણી મહાલાભકારી થાય છે. - ર૯. પ્રતિદિન બનતાં સુધી જયણાપૂર્વક (જીવની વિરાધના ન થાય તેવી સંભાળથી) એક જ યાત્રા કરવી. હેટા પર્વ દિવસે બીજી યાત્રા કરવા ઈચ્છા થાય તે તે બહુ સ્થિરતાથી જયણપૂવક વિધિયુક્ત જ કરવી.
૩૦. કેટલાક અણસમજુ ભાઈઓ દેરાસર કે દેરી વિગેરેની ભીંતે ઉપર પેન્સીલ કે કેયેલાવતી પોતાના નામ લખી કે ગમે તેવા ચિત્ર કાઢીને ભીતને કાળી કરી આશાતના કરે છે. આવી રીતે પોતાનું નામ અમર કરવાને ઈચ્છતા મુગ્ધજને પિતાનાં નામ ઉપર તીર્થની આશાતનારૂપ મશીને કચડો ફેરવે છે, તેથી સમજુ માણસેએ તેમ નહિં કરતાં તેવું કરનાર શસેને પણ સમજુતી આપવા પ્રયત્ન કરો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com