________________
( ૧૭ ) ૧૩. પાનિદા, ચાડીચુગલી, કલેશ અને પરને માઠાં આળ દેવા પ્રમુખ દુષ્ટ આચરણથી સદંતર દૂર રહેવું, કુદેવ, ગુરુ અને કુધર્મના ફંદમાં કદાપિ પડવું નહિ.
૧૪. વર્ષમાં એકાદ પવિત્ર તીર્થની યાત્રા કરી, સંઘ સાધમીજનોની સેવા કરી અથવા વિદ્યાદાન પ્રમુખ કઈ સારું પરમાર્થનું કામ કરી સ્વજીવનની સફળતા કરવી.
૧૫. પરે પકારનાં કામ કરવા બનતું લક્ષ રાખવું. સૂક્તમુક્તાવળીમાં ખાસ કહ્યું છે કે –
પરહિત કરવા જે, ચિત્ત ઉછાહ ધારે, પરત હિત હૈયે, જે ન કાંઇ વિસારે, પ્રતિહિત પરથી છે, તે ન વછે કદાઈ પુરુષ રયણ સેઈ, વંદીએ સો સદાઈ. નિજ દુઃખ ન ગણે છે, પારકું દુ:ખ વારે, તિહતણી બલિહારી, જાઈએ કેડી વારે; જિમ વિષભર જેણે, ડુંક પીડા સહીને, વિષધર જિન વીરે, બુઝવ્યો તે વહીને. ) તીર્થકરે અને ગણધર વગેરે આપ્તપુરુષે જે આ માનવદેહની દુર્લભતા બતાવે છે તે આવી રીતે યથાશક્તિ ધર્મ આશધન કરી લેવાના પવિત્ર હેતુથી જ. તે પ્રમાણે વર્તે તેમને તે આ માનવદેહ એક ઉત્તમ ચિન્તામણિ રત્ન જેવો અમૂલ્ય લેખવા ગ્ય છે. અન્યથા શાસ્ત્રકાર કહે છે તેમ ધર્મના પ્રભાવે સુખસંપદા પામ્યા છતાં, જે એ ઉપકારી ધર્મની જ અવગણના-અનાદર કરે છે તે સ્વામીહી ( ધર્મવિરાધક ) જીવનું ભવિષ્ય શી રીતે સારું થઈ શકશે ? નહિ જ થઇ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com