________________
( ૮૨ )
दमदंते मेअज्ने कालय पुत्था चिलाइपुते य ।
धम्मरुह इला तेइली सामाइय मदाहरणा ॥ અર્થ–૧ દમદત રાજા, ૨ મેતાર્ય મુનિ, ૩ કાલકાચાર્ય, ૪ ચિલાતીપુત્ર,પલૌકિકાચાર પંડિત,૬ધર્મરુચિ અણગાર,૭ઈલાચી કુમાર અને ૮ તેટલીપુત્ર એમ સામાયિક ઉપર આઠ ઉદાહરણ છે.
૧ સમભાવ-સામાયિક ઉપર દષ્ટાંત હતિશીર્ષ નામના નગરમાં દમદંત રાજા રાજ્ય કરે છે. ત્યાં એકદા હસ્તિનાપુરના હવામી પાંડવ-કૌરવની સાથે સીમાઠાના રાજાની મોટી વઢવાડ થઈ. આ વખતે દમયંત રાજા જરાસંધ રાજાની સેવા કરવા ગયે હતો તેથી તેની ગેરહાજરીને લાભ લઈ પાંડવ-કૌરવે દમત રાજાને દેશ ઉજજડ કર્યો. આ વાત સાંભળી દમદંત રાજા મોટું લશ્કર લઈ હસ્તિનાપુર લડવા આવ્યા.મેટે સંગ્રામ થતાં જૈવવશાત પાંડવ-કૌરવ હારીને નાશી ગયા અને દમદંત રાજા છત કરી પોતાના દેશમાં આવ્યું. એક વખતે રાજા ગોખમાં બેઠા હતા ત્યારે પંચવણ વાદળાનું સ્વરૂપ વિચારતાં મનમાં વૈરાગ્ય થયું કે આ સંસાર પણ પવન વાતો હોય તે સમયના વાદળ સમાન ક્ષણિકઅસાર છે. એથી તુરત પ્રત્યેકબુદ્ધની પેઠે દીક્ષા લીધી. પછી તે એક ગામથી બીજે ગામ વિહાર કરતા કરતા એક દિવસે હસ્તિનાપુર નગરની બહાર આવી કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. એટલામાં રાજવાડીમાં જતાં રસ્તામાં પાંડવોએ દમયંત મુનિરાજને કાઉસગ્નમાં ઊભા દીઠા. તે વખતે લોકોના મુખથી એ મહંત શજ છે એમ જાણીને પાંડવોએ ઘોડા ઉપરથી
૧ ગાથામાં પુત્યા શબે ચાર પ્રકારના પુસ્તકગ્રંથવાળા પંડિત કહ્યા છે. અર્થમાં તેનું દષ્ટાંત ચેથાને બદલે પાંચમું લખ્યું છે. આગળ દષ્ટાંત પણ પાંચમું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com