________________
( ૮૬ ) પટના શૂળથી પીડાતા થકા રાજમાર્ગમાં જ લઘુનીતિ વડીનીતિ કરી ઉપર ફેલ ઢાંકી દીધાં. આ રાજમાર્ગો દત્ત પુરોહિતે ચાલવા માંડયું, એવામાં દત્તના ઘડાને પગ તે માળીની વિષ્ટ ઉપર પડ્યો, તેથી વિષ્ટ ઉછળીને દત્તના મુખમાં પડી. તે વિષ્ટાના
સ્વાદથી આચાર્યના વચન ઉપર ચમત્કાર પામતો “આજે સાતમો દિવસ જ છે કે શું? ” એવું સમજીને પોતે ઘેડો પાછો અંતઃપુર તરફ વાળ્યો. એટલામાં તેના અત્યંત દુરાચારથી ખેદ પામેલા એવા જે પ્રથમના મહેતા મુત્સદ્દી હતા તેમણે જઈ કુંભ રાજાને બંધીખાનામાંથી બહાર કાઢીને રાજગાદી ઉપર બેસાડ્યો અને દત્ત પુરોહિતને છળથી બાંધી લઈ કુંભ રાજાને સેંપી દીધો. રાજાએ તેને કુંભમાં ઘાલી તેની નીચે અગ્નિ સળગાવી, પછી કતરાને મોકલી તેની કદર્શન કરાવી. આવી રીતે દર મરણ પામીને નરકે ગયો. કુંભ રાજાએ આચાર્યને ઘણું સન્માન દીધું અને નગરમાં લોકે પ્રશંસા કરવા લાગ્યા. આ રીતે સત્ય વચન ઉપર કાલિકાચાર્યનું દષ્ટાંત.
૪. સમાસ-સામાયિક ઉપર ચિલાતીપુત્રનું દષ્ટાંત
રાજગૃહી નગરીમાં ધનદત્ત નામે વ્યવહારી ( વાણુઓ) વસતે હતું. તેને ચાર પુત્ર અને પાંચમી સુસમા નામની પુત્રી હતી. તેને ઘેર ચિલાતીપુત્ર નામે દાસ (નેકર) હતો. તે નિત્ય સુસમાં પુત્રીને રમાડતો. એમ કરતાં એક દિવસ સુસમાં કન્યાની સાથે તે દાસને દુરાચાર કરતો દેખીને શેઠે તેને ઘરની બહાર કાઢી મૂકો. ચિલાતીપુત્ર જઈને એક ચેરની પલ્લીને વિષે રહ્યો. ત્યાં તે પાંચ સે ચેરનો સ્વામી થયે. એક દિવસ ઘણા ચોરેને સાથે લઈને ચિલાતીપુત્ર રાજગૃહી નગરીમાં આવી નહત શેઠના ઘરમાં ચોરી કરવા પેઠો અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com