________________
( ૧૮ ) એમ સમજી સુજ્ઞ ભાઈબહેનેએ પવિત્ર ધર્મ આચરણ વડે આ માનવજીવનને સફળ કરી લેવા લગારે પ્રમાદ કર યુક્ત નથી. પ્રમાદરહિત જે નિજ હિત કરી લે છે તે જ પરહિત પણ કરી શકે છે. ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ, તપ, સંયમ, સત્ય, શોચ (મનઃશુદ્ધિ-પ્રમાણિકતા), નિઃસ્પૃહતા અને બ્રહ્મચર્યરૂપ ઉત્તમ સાધુધર્મ પામવાની ભાવના દિલમાં રાખીને જ બની શકે તેટલું રૂડું સ્વાશ્રયી જીવન ગાળવું જોઈએ,
દરેક ગૃહસ્થ શ્રાવકોએ પિતાના જીવનમાં કરવા ગ્ય કાર્યો સ્વાશ્રયથી હમેશાં અનવરત ઉત્સાહ અને ખંતથી કરવા જોઇએ. “ ખંતથી સઉદ્યમ સેવનાર શીઘ્ર વકાર્યસિદ્ધિ કરી સહેજે સકળ સુખસંપદા પામી શકે છે.” એ વાતના સમર્થન માટે થોડાએક પ્રમાણ વા ઉદ્ધારીએ છીએ. શ્રીપાળકુમારની પેઠે ઉદામી પુરુષરત્નને લમી વરે છે. પુરુષાર્થવંત પુરુષસિંહને લક્ષ્મી સહેજે આવી મળે છે. ગુણ-ગુણીને સર્વત્ર આદર કરાય છે. ગુણે સર્વત્ર પૂજ-સત્કારને પ્રાપ્ત થાય છે, પૂજાય છે અને મનાય છે. ગુણીજનામાં રહેલા ગુણે જ પૂજાપાત્ર છે, કેવળ લિંગ (શ)અને વય પૂજાપાત્ર નથી. કાયર જનો કંઈ પણ સત્કાર્ય પ્રતિજ્ઞાશિ ભંગ થવાના ભયમાત્રથી આદરતા નથી, મધ્યમ અને તેને પ્રભાવ જાણી સાંભળીને આહરે તે છે પણ કંઇ વિશ્ન આવ્યું તે તે તજી દે છે, ખરા દક્ષ-ડાકા-ચકર અને તે ગમે એવાં વિશ્વ આવે છતે પણ આદરેલાં સત્કાર્યને અંત સુધી નિવડે છે.
પ્રથમ જ તપાસે કે તમે જે કાર્ય કરવા સંકલ્પ કર્યો છે તે ડહાપણભર્યો છે કે નહિ? અને જે તે સંકલ્પ દક્ષ એટલે ડહાપણભર્યો જ હોય તે ગમે તેવાં વિન ઉપસ્થિત થાય તે પણ તેથી લગારે ડરશે નહિ-ચલાયમાન થાશો નહિતેમાં અડગ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com