________________
( ૬૬ ) તેથી સંપૂર્ણ અંગોપાંગવાળ, પચે પૂરેપૂરી ઇંદ્રિય પામેલો અને ઉત્તમ સંઘયણવાળે, સુંદર આકૃતિવંત પ્રાણી ધર્મને રેગ્ય કહ્યો છે. એવી શુભ સામગ્રીવાળો જીવ શાસનની શોભા વધારી શકે છે અને સર્વજ્ઞ ભગવાને ભાખેલા ધર્મને સમ્યમ્ રીતે પાળી શકે છે.
૩. પ્રકૃતિથી જ શાંત સ્વભાવવાળો જીવ પ્રાયઃ પાપકર્મમાં પ્રવૃત્તિ કરતા નથી અને સુખે સમાગમ કરી શકાય એવા ઠંડા સ્વભાવને લીધે અન્ય આકળા ને પણ સમાધિનું કારણ થઈ શકે છે. અર્થાત આકરી પ્રકૃત્તિવાળા પણ શાત સવભાવવાળા સજજનેના સમાગમથી ઠંડી પ્રકૃતિના થઈ જાય છે તેથી ઠંડી પ્રકૃતિવાળા પ્રાણી સુખે સ્વપરહિત સાધી શકે છે, પરંતુ આકરી પ્રકૃતિવાળા તેમ કરવાને અસમર્થ હોવાથી ધર્મ સાધન વાને અયોગ્ય કહ્યા છે.
૪. દાન, વિનય અને નિર્મળ આચારને સેવનાર માણસ સર્વજનેને પ્રિય થઈ શકે છે અને તે આ લેકવિરુદ્ધ તથા પરલોકવિરુદ્ધ કાર્યને સ્વાભાવિક રીતે જ તજનાર હોવાથી સમષ્ટિ જીને પણ મોક્ષમાર્ગમાં બહુમાન ઉપજાવનાર થઈ પડે છે. સદાચારસેવી લોકપ્રિય પુરુષ પિતાની પવિત્ર રહેણીકરણથી અન્ય જનને પણ અનુકરણુય થઈ પડે છે, તેવી રીતે ઈચ્છા મુજબ વર્તી અતડે રહેનાર માણસ કંઈ પણ વિશેષ સ્વપરહિત સાધી શકતા નથી.
૫. ક્રૂર માણસ કિલષ્ટ પરિણામથી પિતાનું જ હિત સાધવાને અશક્ત હોય તે તે પરનું હિત શી રીતે સાધી શકે? તેથી તેને ધર્મરત્નને અયોગ્ય સમજ. સમપરિણામને ધારણ કરનાર એ અનુકંપાવાન અક્રૂર આત્મા જ મોક્ષમાર્ગ સાધવાને અધિકારી હોઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com