________________
( ૬
).
કારી વાતને જ કહેવાનું અથવા સાંભળવાને સ્વભાવ રાખે જોઈએ. આવા સત્યપ્રિય અને સત્યભાષક જીવથી વપરનું હિત સહેજે થાય છે તેથી તેવા ગુણવાળા જ ધર્મરત્નને યે છે. વિકથા કરનારથી ઉભયને હાનિ પહોંચે છે તેથી તે અગ્ય છે.
૧૪. જેને પરિવાર અનુકૂળ વર્તનાર, ધર્મશીલ અને સદાચારને સેવવાવાળે હોય એ ડાચાબળિયે માણસ નિર્વિનપણે ધર્મસાધન કરી શકે છે. પૂર્વોક્ત સ્વભાવવાળા કુટુંબથી ધર્મ સાધનમાં કંઈ પણ અંતરાય આવવાનો સંભવ રહેતો નથી, કેમકે એવું સાનુકુળ કુટુંબ તે ધર્મસાધનમાં જોઇએ તેવી સહાય દઈ શકે છે, તેથી ધર્મશીલ અને સદાચારવાળા અનુકૂળ પરિવારવાળો પ્રાણ જે ધર્મને દીપાવવાને યોગ્ય ગણાય છે તે પ્રતિકૂળ આચારવિચારવાળા પરિવારવાળે એગ્ય ગણાતું નથી, કેમકે તેવા પરિવારથી તો ધર્મમાર્ગમાં વખતોવખત વિઘ ઊભા થાય છે, માટે શુદ્ધ અને સમર્થ પક્ષની પણ ખાસ જરૂર છે.
૧૫. દીવ દશ માણસ પૂર્વાપરને અથવા લાભાલાભને વિચાર કરી જેનું પરિણામ સારું જ આવવાનો સંભવ હોય, જેમાં લાભ વધારે અને કલેશ અલ્પ હોય અને જે ઘણું માણસને પ્રશંસનીય હોય તેવાં કામને જ આરંભ કરે છે તેવા દીદશી જને ધર્મરત્નને ચગ્ય છે, કેમકે તે વિચારશીલ અને વિવેકવંત હવાથી સફળ પ્રવૃત્તિને કરનારા હોય છે, તે કંઈ પણ વગરવિચાર્યું, ન બની શકે એવું, અસાધ્ય કાર્ય સહસા આરભતા જ નથી. જે કાર્ય સુખે સાધી શકાય એવું માલમ પડે તેને જ તે વિવેકથી આદર કરે છે. સહસાકારી બહુધા અપાધ્ય કાર્ય કરવા મંડી જાય છે અને તેમાં નિષ્ફળ નીવડવાથી તે પશ્ચાત્તાપને ભાગી થાય છે તેથી તે ધર્મરત્નને લાયક ઠરતે નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com