________________
( ૭૬ ),
ઉપાર્જન કરે અને અર્થ ઉપાર્જન કરવામાં ખલેલ ન પહોંચે તેમ વિષયસેવન કરે તે મધ્યમ પુરુષ જાણવો. ૨૧.
આ ઉપર જણાવેલા પુરુષના ગુણેનું ગ્રહણ બહુમાનપૂર્વક જે તું કરીશ તો તું શીધ્ર શિવસુખ પામીશ એમ ચોક્કસ સમજજે, કેમકે સદ્દગુણ થવાને એ સરળ માર્ગ છે. ૨૨
આજકાલ સંયમમાર્ગમાં શિથિલતા ધારણ કરનારા અને સંયમક્રિયાની ઉપેક્ષા કરનારા પાસસ્થાદિક સાધુચતિ જનની સભાસમક્ષ નિંદા કરવી નહિં તેમજ પ્રશંસા પણ કરવી નહિં, નિંદાથી તેઓ સુધારી શકશે નહિ. તેમજ પ્રશંસા કરવાથી તેમના પાપને પુષ્ટિ આપવા જેવું થશે. ૨૩
હીનાચારી સાધુ-યતિ ઉપર કરુણા આણીને જે તેને ચે તો હિતબુદ્ધિથી સત્ય માર્ગ કહે. તેમ છતાં જે તે રોષ કરે તે તેના દેશ-દુગુણ (સભા સમક્ષ) પ્રકાશવા નહિં. ૨૪
અત્યારે દુષમ કાળમાં જેને છેડે પણ ધર્મ ગુણદષ્ટિમાં આવે તેનું ધર્મબુદ્ધિથી સદા ય બહુમાન કરવું યુક્ત છે. એથી સ્વપરને અનેક લાભ થવા સંભવ છે. ૨૫
પરગચ્છમાં કે સ્વગચ્છમાં જે સંવિઝ (તીવ્ર વૈરાગ્યવંત ભવભીર બહુશ્રુત ગીતાર્થ ) મુનિજને હેય તેમને ગુણાનુરાગ કરવા મત્સરભાવથી તું ચૂકીશ નહિં; સમભાવી મહાપુરુષને સમાગમ સદાય દુર્લભ છે. તે ગમે ત્યાં હોય તો પણ તેમનું તો કલ્યાણ સુખે થઈ શકે છે. તેમના દુર્લભ સમાગમને લાભ મળે તો તેની કદાપિ ઉપેક્ષા કરવી નહિ, કેમકે તેવા સમજાવી મહાત્માઓથી આપણને ઉત્તમ ફળ મળી શકે છે. ૨૬.
ગુણરત્નાથી અલંકૃત પુરુષોનું બહુમાન જે શુદ્ધ-નિષ્કપટ મનથી કરે છે તે અન્ય જન્મમાં તેવા ગુણેને જરૂર સુખે સુખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com