________________
(
૭ )
મેળવી શકે છે. સગુણેનું અનુદન કરવું યા તેમનું બહુમાન કરવું એ આપણે સદ્દગુણી થવાનું અમેઘ બીજ છે. ૨૭
આવી રીતે ગુણાનુરાગ (સદ્ગુણી પ્રત્યે અકૃત્રિમ પ્રેમવાત્સલ્ય) પિતાની હૃદયભૂમિમાં જે ધારણ કરે છે તે મહાનુભાવ સર્વ કોઇને નમન કરવા યોગ્ય પરમ શાન્ત પદને પામે છે, એમ પરમ સંવેગી અને પવિત્ર ગુણાનુરાગી શ્રી સમસુંદરસૂરિ મહારાજ ભવ્ય જનેને એકાંત હિતબુદ્ધિથી અમૃતવચનોવડે બોધ કરે છે.
ઈતિશમ
સજજન પુરુષનું લક્ષણ મન, વચન અને કાયામાં પુન્યરૂપ અમૃતથી જેઓ ભરેલા છે, ઉપકારની શ્રેણિઓવડે ત્રિભુવનને પ્રસન્ન કરે છે અને પરના પર માણુ જેટલા સ્વલ્પ ગુણને પણ પર્વત જેવડા લેખી પોતાના હૃદયમાં પ્રમુદિત થાય છે (પરનાં દૂષણ કદાપિ સ્વમુખે ઉચ્ચરતા નથી તેમજ પોતાના ગુણની પ્રશંસા પણ કરતા નથી) એવા કેઈ વિરલ સજજને જ જગતમાં વર્તે છે.
ઈતિશમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com