________________
( ૭૦ )
૧૬. વિશેષજ્ઞ પુરુષ વસ્તુઓના ગુણદોષને પક્ષપાત રહિતપણે પિછાની શકે છે, તેથી પ્રાયઃ તેવા માણસ જ ઉત્તમ ધર્મના અધિકારી કહ્યા છે. જે અજ્ઞાનતાવડે હિતાહિત, કૃત્યાકૃત્ય, ધર્માધર્મ, ભક્ષ્યાભફ્ટ, પેથાપેય કે ગુણદોષ સંબંધી બિલકુલ અજ્ઞાત છે તે ધર્મને અગ્ય જ છે, કેમકે જે પોતાનું હિત શું છે તેટલું પણ સમજતા નથી તે શી રીતે સ્વહિત સાધી શકશે ? અને
સ્વહિત સાધવાને પણ અસમર્થ હોવાથી પરહિતનું તે કહેવું જ શું ? તેથી પશુના જેવા અજ્ઞાન અને અવિવેકી જેને ધર્મને માટે અયોગ્ય છે.
૧૭. પરિપક્વ બુદ્ધિવાળા અર્થાત સદ્વિવેકાદિક ગુણસંપન્ન એવા વૃદ્ધ પુરુષે પાપાચારમાં પ્રવૃત્તિ કરતા જ નથી, એમ હોવાથી તેવા વૃદ્ધને અનુસરીને ચાલનાર પણ પાપાચારથી દૂર જ રહે છે, કેમકે ને સોબત પ્રમાણે અસર થાય છે. કહેવત છે કે “જેવી સબત તેવી અસર” તેવા શિષ્ટ પુરુષોને અનુસારે ચાલનાર ધર્મરત્નને ચાગ્ય થાય છે, પરંતુ સ્વછંદે ચાલનાર માણસ કદાપિ ધર્મને થઈ શકતો નથી; કેમકે તે સદાચારથી પ્રાયઃ વિમુખ રહે છે.
૧૮. સમ્યગ જ્ઞાન-દર્શનાદિક સર્વ સગુણેનું મૂળ વિનય છે, અને તે સદગુણવડે જ ખરું સુખ મેળવી શકાય છે માટે જ જૈન શાસનમાં વિનયવંત-વિનીતને વખા છે. લાકિકમાં પણ કહેવાય છે કે “વને (વિનય) વેરીને પણ વશ કરે' તે પછી શાસ્ત્રોક્ત નીતિ મુજબ વિનયને અભ્યાસ કરવામાં આવે તે તેના ફળનું તે કહેવું જ શું? વિનયથી સર્વ ઈષ્ટની પ્રાપ્તિ થાય છે, તેથી ઈષ્ટ સુખના અભિલાષી જનોએ અવશ્ય વિનયનું સેવન કરવું જ જોઈએ. અવિનીત માણસ ધર્મને અધિકારી નથી કેમકે તે તેની અસભ્ય વૃત્તિથી કંઈ પણ સદગુણ પેદા કરી શકતો નથી, અને ઊલટો ઠેકાણે ઠેકાણે કલેશને ભાગી થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com