________________
Ex.
[i/ RT ;lthED[; E V =III V EJIL
ie , =
= || \
=}
=
| ગુણાનુરાગ કુલકર
lu
lill NI]JFG |JEZ
I
'lliE
||ue
||| ET
(સરલ સંક્ષિત વ્યાખ્યા). સગુણાની ચાહના રાખનારા ભાઈ
બહેનોને ખાસ ઉપયોગી સકળ કલ્યાણના સ્થાનરૂપ શ્રી તીર્થંકર પ્રભુના ચરણકમળને નમસ્કાર કરીને સૌભાગ્યલક્ષમીને ઉત્પન્ન કરનાર પરગુણ સંગ્રહ કરવાનું સ્વરૂપ જણાવું છું તે તમે લક્ષ દઈને સાંભળે. ૧.
જે પુરુષના હૃદયમાં ઉત્તમ ગુણાનુરાગ નિવાસ કરી રહે છે તેને તીર્થંકર પદ પયંત ઋદ્ધિઓ દુર્લભ નથી પણ સુલભ છે. ૨.
જેમના હૃદયમાં સદાય સદગુણ પ્રત્યે સવાભાવિક પ્રેમ જાગે છે તેઓ ધન્ય-કૃતપુન્ય જાણવા. તેમને સદાય અમારે પ્રણામ છે. ૩.
ઘણું ભણવાથી, તપ કરવાથી કે દાન દેવાથી શું પ્રજન છે? ફક્ત સઘળા સુખના સ્થાનરૂપ એક ગુણાનુરાગને જ તું આદર કે જેથી બધા ગુણે તને પ્રાપ્ત થઈ શકશે. ૪.
કદાચ તું ઘણે તપ કરીશ, ઘણું શાસ્ત્ર ભણીશ અને વિવિધ કષ્ટ સહીશ; પરંતુ જે ગુણાનુરાગ ધારીશ નહિં-બીજાના સદગુણ જઈ રાજી થઈશ નહિ, તે તારી સધળી કરણ ફેક સમજજે ૫.
બીજાના ગુણને ઉત્કર્ષ સાંભળીને જે તે અદેખાઈ કરીશ તે જરૂર તું સંસારમાં સવ સ્થળે પરાભવ પામીશ. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com