________________
(૬૪) ૧૪. સુ ખ-સુશીલ અને સાનુકૂળ છે કુટુંબ જેનું એ સારા પક્ષવાળો.
૧૫. દીઘદશી–પ્રથમથી સારી રીતે વિચાર કરીને પરિ. ણામે જેમાં લાભ સમાય હેય એવા શુભ કાર્યને જ કરવાવાળો.
૧૯. વિશેષણ-પક્ષપાતરહિતપણે ગુણ દોષ, હિત અહિત, કાર્ય અકાર્ય, ઉચિત અનુચિત, ભક્ષ્ય અભક્ષ્ય, પેય અપેય, ગમ્ય અગમ્ય વિગેરે વિશેષ વાતને જાણ
૧૭. વૃદ્ધાનુગત-પરિપકવ બુદ્ધિવાળા અનુભવી પુરુષને અનુસરીને ચાલનાર, જેમ આવ્યું તેમ ઉછુંખલપણે ઈચ્છા મુજબ કામ કરનાર નહીં.
૧૮. વિનયવંત-ગુણાધિકનું ઉચિત ગેરવ સાચવનાર સુવિનીત.
૧૯ કૃતજાણુ-બીજાએ કરેલા ગુણને કદાપિ નહિં વીસરી જનાર કૃતજ્ઞ
૨૦. ૫રહિતકારી–સ્વતઃ સ્વાર્થ વિના પરોપકાર કરવામાં તત્પર, દાક્ષિણ્યતાવંત તે જ્યારે તેને કઈ પ્રેરણું અથવા પ્રાર્થના કરે ત્યારે પરોપકાર કરે અને આ તે પિતાના આત્માની જ પ્રેરણાથી સ્વકર્તવ્ય સમજીને જ કોઈની કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના જ પરોપકાર કર્યા કરે એવા ઉત્તમ સ્વભાવને સ્વાભાવિક રીતે ધારણ કરનાર ભવ્ય.
૨૧. લબ્ધલક્ષ-કઈ પણ કાર્યને સુખે સાધી શકે એવો કાર્યદક્ષ. દરેક હકીકતના રહસ્યને સમજનાર.
હવે ઉપર કહેલા ૨૧ ગુણેનું કંઈક સહેતુક વિશેષ ખ્યાન કરવાને ઉદ્યમ કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com