________________
(૨૩). ઉક્ત સમ્યક્ત્વની રક્ષા તેમ જ પુષ્ટિ માટે ભવ્યાજનેએ નીચેની નિયમાવળી લક્ષમાં રાખવી.
૧. શુદ્ધ વસાદિક ધારણ કરી શ્રી જિનેશ્વર ભગવાનને ભેટવા નિયમસર જવું અને બની શકે ત્યાં સુધી જયણ(જીવરક્ષા)પૂર્વક શુદ્ધ જળથી સ્નાન કરી ઉત્તમ કથા (પૂજેપગરણ) મેળવી શ્રી જિનેશ્વર દેવની ત્રિકાળ પૂજા-અચા પણ કરવી. જ્યાં નજદીક દેરાસર પ્રમુખને યોગ ન હોય ત્યાં ઈશાન કોણ તરફ શ્રી સીમંધર પ્રભુ સન્મુખ રહી સ્થિરતાપૂર્વક સ્તુતિ-સ્તંત્ર સહિત વિશાળ ચૈત્યવંદન કરવું. અથવા નવપદ (સિહચક) પ્રમુખની સ્થાપના સ્થાપી, અંતર લક્ષ રાખી નિત્યનિયમ સાચવે.
૨. અખંડ વસ્ત્રના ઉત્તરાસંગ પ્રમુખ પાંચ અભિગમ સાચવી, શ્રી સદગુરુના દર્શન વંદનાથે તેમ જ બની શકે ત્યાંસુધી ધર્મદેશના સાંભળવા, વ્રત, પચખાણ કરવા, તેમજ સામાયિક, પૌષધ, પ્રતિકમણુદિક ધર્મકરણે નિવૃત્તિથી કરવા નિયમસર જવું અને ત્યાં અતિ આદરપૂર્વક ગુરુમુખ સામી જ દ્રષ્ટિ સ્થાપી, વિકથાદિક પ્રમાદ પરિહરી સંઘ-સાધર્મિક સમુદાય સાથે અપૂર્વ જ્ઞાનાદિક ગુણેને અદ્ભુત લાભ લે.
૩. આપણું ધર્મવૃત્તિ સદા ય સતેજ રહે તેમાં ખામી આવવા ન પામે તેટલા માટે સાવધાનપણે નિત્યનિયમ પાળવા. ઉપરાંત પર્વ દિવસ અને કલ્યાણક દિવસોમાં વિશેષ કરીને તીર્થયાત્રા, પૂજા, પ્રભાવનાયેગે દાન, શીલ,તપ અને ભાવના પ્રમુખ યુદ્ધ ધર્મની વૃદ્ધિ કરવી. સંઘ-સાધર્મિક જનેની યથાયોગ્ય ભક્તિ કરવા, તેમ જ આપણું ધર્મકરણીના અંતરંગ હેતુ સમજી લક્ષપૂર્વક વિધિસહિત ને પ્રેમપૂર્વક કરવા દિન દિન ૫ કર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com