________________
(૩૨ )
ચાર શિક્ષાત્રત ૨૫. પાયવ્યાપારને તજવા અને નિષ્પાપ (મન-વચન કાયાના) વ્યાપારને આદરવારૂપ સામાયિક તે પ્રથમ શિક્ષાવ્રત જાણવું. રાગ-દ્વેષથી દૂર થયેલ જીવને જે ક્રિયામાં પ્રતિક્ષણ અનુપમ સુખદાયી અપૂર્વ જ્ઞાન-દર્શન-ચારિત્રપર્યાને આત્મલાભ થવા પામે તે સામાયિક જાણવું. શ્રાવકે મન-વચનકાયાથી પાયવ્યાપાર કરવા-કરાવવાને નિષેધ અને સ્વા
ધ્યાય-સ્થાનાદિકને સ્વીકાર કરી નિયમિત સમય સુધી સામાયિકમાં રહેવાતું હોય છે. સામાયિક ભાવમાં વર્તતે શ્રાવક સાધુ સમાવ કહેલો છે.
૨૬. આના અતિચાર--મન-વચન-કાયાનું દુપ્રણિધાનપાપકર્મમાં પ્રવર્તાવવાનું સાવધાનતાપૂર્વક વર્જવું. સામાયિક અવયય કરવાનું યાદ ન કરાય અથવા કર્યું કે નહીં તે ભૂલી જવાય અને કરાય તે અનવસ્થિત ભાવે-ઢંગધડા વગર કરાય તે અતિચારે પણ વ્રતધારી શ્રાવકે જરૂર વર્જવા.
૨૭. છઠ્ઠા દિગપરિમાણવ્રતમાં ગ્રહણ કરેલ દિશાપરિમાણને સંક્ષેપી દિવસે દિવસે જરૂરણું ઓછા પ્રમાણુવાળું કરવું તે બીજું દેશાવમાસિક શિક્ષાવ્રત જાણવું. મતલબ કે છઠ્ઠા વ્રતના પ્રસંગે લાંબા વખત માટે કરેલ દિશા પ્રમાણને આ દશમા વ્રતમાં દિવસે દિવસે બની શકે તેટલું ઘટાડી દેતા રહી તેને અતિચાર રહિત શ્રાવકજનેએ પાળવાનું છે.
૨૮. આ દશાવગાસિક વ્રતમાં નિયમિત ક્ષેત્રની બહારથી કંઇ આવવાનું, આપણી પાસેથી કંઈક બહાર મોકલવાનું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com