________________
(
૩ )
શબ્દ સંભળાવી (સાદ કરી) બીજાને બોલાવી લેવાનું, ખુંખારે ખાઈને કે પિતાનું રૂપ દેખાડીને પિતાનું છતાપણું જાહેર કરી ઇચ્છિત કરવા-કરાવવાનું તેમ જ કાંકર વિગેરે નાંખી સામાને ચેતવી ધાર્યું કામ કરવાનું શ્રાવકે વર્જવાનું છે.
૨૯. આહાર અને શરીરસત્કારનો ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન તથા પાપારંભ વર્જવારૂપ પૈષધ દેશથી તેમજ સવથી એ બે પ્રકારે થઈ શકે છે. દેશથી પિષધમાં સામાયિકની ભજના ( કરે કે ન કરે છે પણ સર્વથી પિષધમાં તે સામાયિક અવશ્ય કરવું જોઈએ, અન્યથા તેના ફળથી વંચિત રહેવાય. સર્વથી આહાર ( ત્યાગ) પૌષધમાં ચૌવિહાર ઉપવાસ કરવો ઘટે. દેશથી હોય તે તેમાં તિવિહાર ઉપવાસ, આયંબિલ, નીવી કે એકાશન પ્રમુખ યથાશક્તિ તપ કરી શકાય. એમ બાકીના ત્રણે પ્રકારના પૌષધ પ્રસંગે પણ સમજી લેવું. આઠમ પાખી પ્રમુખ પર્વદિવસે પૌષધ કરનારા શ્રાવકે આહારને સર્વથી કે દેશથી ત્યાગ કરે છે. બાકીના ત્રણ પ્રકારને પૌષધ તે સર્વથી જ કરવામાં આવે છે. ચારે પ્રકારના દેશથી કે સર્વથી પૈષધનું સવરૂપ સમજી ખપી જનેએ તેને યથાશક્તિ આદર કર ઘટે છે.
૩અપ્રતિલેખિત દુપ્રતિલેખિત શપ્પા-સંથાર, અપ્રમાજિત દુષ્પમાર્જિત શય્યા-સંથાર, અપ્રતિખિત દુષ્પતિલેખિત ઉચાર પાસવર્ણ ભૂમિ તથા અપ્રમાજિંત દુષ્પમાજિંત ઉચ્ચાર પાસવણ ભૂમિ વાપરવાનું આ પ્રસ્તુત પૌષધ વ્રતમાં વર્જવાનું છે. વળી ઉક્ત ચાર પ્રકારના પૌષધ આગમ રીતે યથાવિધિ કરવામાં થતી ઉપેક્ષા પણ વજવાની છે. મતલબ કે, જયણાપૂર્વક સાવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com