Book Title: Shravak Yogya Achar Vicharadi Sangraha
Author(s): Karpurvijay
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 36
________________ ( ૩ ) ૨૨. શ્રાવકે મુખ્યપણે નિર્દોષ આહાર અને નિર્દોષ વ્યાપાર-વ્યવસાય કરો ઘટે. તેને આશ્રી અતિચાર કહે છે. સચિત્ત (સજીવ કંદ પ્રમુખ), સચિત સંબંધિત (સચિત્ત વૃક્ષ ઉપર રહેલ ગુંદાદિ અથવા પાકાં ફળ પ્રમુખ), તથા અપકવ (અગ્નિથી નહીં પાકેલ), દુપકવ (નહીં જેવું પાકેલ) અને તુચ્છ ધાન્યનું ભક્ષણ શ્રાવકે વર્જવાનું છે, તેમ જ કર્મથી અંગારકર્મ, વનકર્મ, ભાડાકર્મ, કેડીકમ અને સાડી(શાટક કર્મ પ્રમુખ મહાઆરંભવાળા ૧૫ કર્માદાન વ્યાપાર પણ વર્જવાના છે. અનાગાદિક ગે થાય તે અતિચારરૂપ પણ જે નિશંકપણે તેવા મહાઆરંભવાળા પાપવ્યાપાર કરે તે વ્રતભંગ થાય. ૨૩. ખાસ પ્રયજન વગર નકામે આત્મા જેથી દંડાય તેનું નામ અનર્થદંડ. તેનાથી વિરમવારૂપ ત્રીજું ગુણવ્રત કરે વાય છે. અપધ્યાન-દુષ્ટ ચિત્તવન ૧, પ્રમાદાચરણ (મધ, વિષય, કષાય, નિદ્ધા અને વિકથા લક્ષણ)૨, હિંસન ધમક-હિંસાકારક વસ્તુનું પ્રદાન ૩ તથા પાપ-ઉપદેશરૂપ૪ અનર્થદંડ ચાર પ્રકારે થાય છે. તે સારી રીતે સમજીને શ્રાવકે તેને તજવા જરૂર ખપ કરવો ઘટે છે. ૨૪. કામચેષ્ટા-તેવાં ઉત્તેજક વચન હાયાદિ ૧, તથા મુખનેત્રાદિકના વિકારવાળી ભાંડચેષ્ટા ૨, વ્રતધારી શ્રાવકે ન જ કરવી, સંબંધ વગરનું નકામું ન બોલવું ૩, હળ હથિયાર પ્રમુખ સજ્જ કરી માગ્યા આપવાથી હિંસાની પુષ્ટિ થાય તે ન આપવાં ૪ તથા ભેગ-ઉપલેગની સામગ્રી વગર જરૂરની-વધારે પડતી કરવાથી તેથી થતી હિંસા વધે ૫ તેથી ઉપરોક્ત અનર્થદંડના પાંચે અતિચારે શ્રાવકે સમજીને તજવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118