________________
( ૩૮ )
વાથી પાપ નાશ પામે અને પ્રાસુક (નિર્દોષ) આહાર-પાણી આપવાથી કર્મની નિર્જરા (કર્મક્ષય) થાય, જ્ઞાન-દર્શનચારિત્રની રક્ષા અને પુષ્ટિ થાય, તેમજ મિથ્યાત્વ કુમતિને નાશ અને સમ્યકત્વની વિશુદ્ધિ થાય વિગેરે. એવા ગામ નગરાદિકમાં નિવાસ કરી રહેનાર શ્રાવકનું દિનકૃત્ય (કર્તવ્ય) શાસ્ત્રકાર વખાણે છે.
૪૨-૪૩. પંચ પરમેષ્ઠી નમસ્કારરૂપ નવકારના સમરણપૂર્વક જાગવું, પછી હું શ્રાવક છું, અમુક વ્રત-નિયમ આદરેલાં છે વિગેરે સંભારવું, પછી લઘુ-વડી શંકારૂપ દેહચિંતા ટાળી શુદ્ધિ સાચવી સમાધિપૂર્વક ચિત્યવંદનાદિક ભાવઅનુષ્ઠાન અને વિધિપૂર્વક પચ્ચખાણ કરવું. પછી દેરાસરે જવું અને પાંચ અભિગમ સાચવી વિધિપૂર્વક તેમાં પ્રવેશ કરે. અને પુષ્પ માળાદિકવડે પ્રભુપૂજા કરી, પ્રસિદ્ધ વિધિથી ચૈત્યવંદન કરવું. પછી ગુરુ સમીપે (પ્રથમ પોતે ઘરે ધારેલું) પશ્ચમ્માણ કરવું. પછી શાસ્ત્ર–વ્યાખ્યાન સાંભળવું કે જેથી સતક્રિયામાં રુચિ-પ્રીતિ થવાના હેતુરૂપ સાધ થાય. પછી સાધુજનેને શરીરના આરોગ્ય તથા સંયમના નિરાબાધતા સંબંધી પૃચ્છા નમ્રભાવે કરવી. તેમજ તેમને ઉચિત ઔષધ-ભેષજ, આહારપાણી પ્રમુખ નિઃસ્વાર્થભાવે આપવાને વિવેક કર એ રીતે સવઉચિત કર્તવ્ય લક્ષપૂર્વક કરવું.
૪૪-૪૫. પછી શ્રાવક પૂર્વે દર્શાવેલ પંદર કર્માદાનને ત, પ્રાય: નિર્દોષ આજીવિકા નિમિત્ત વ્યવસાય કરે, નહીં તે ધર્માનિ અને શાસનહીલના થાય. પછી અવસરે પ્રકૃતિને માફક આવે એવું સાદું ને સાત્વિક ભોજન કરે. પછી યથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com