________________
(૫૯) પણ બ્રહ્મચર્યના બરાબર પાલનથી થયો છે. હમેશાં સીથી અથક શસ્થા રાખવી. વિકાર ઉત્પન્ન કરનારા પદાર્થો ભેગેપભેગમાં જેમ ઓછા લેવાય તેમ કરવું. વિકારના ઉદય વખતે સ્ત્રીપુરુષના શરીરમાં ભરેલી અશુચિને બરાબર ખ્યાલ લાવે. ક્ષણભંગુર સુખાભાસથી ચિરકાળના દુખે વહોરી લેવા જેવી ગંભીર ભૂલ ન થાય તેની સંભાળ રાખવી. સંસારપરિભ્રમણની વૃદ્ધિના હેતુરૂપ મુખ્યત્વે વિષયને જ જ્ઞાનીઓએ માન્ય છે. કષાયની વૃદ્ધિ, જડતા અને મંદતા પણ વીર્યના નાશથી થાય છે. આરોગ્યને માટે પણ વીર્યનું ખાસ રક્ષણ કરવું જરૂરનું છે. સુવર્ણ, રૂપું આદિ ધાતુના રક્ષણ અને સંચય માટે બહુ કાળજી રખાય છે, પણ શરીરની સાતે ધાતુઓના રક્ષણું અને સંચય માટે બેદરકાર રહેવાય છે, એ આપણી અસાધારણ ખામી છે. એ ખામીને દૂર કરવી. શીલવંત સ્ત્રીપુરુષના ચરિત્ર વારંવાર વાંચવાનું વિચારવા ને આપણું મન પર કાબ મેળવ. અલ્પ આહાર અને મર્યાદિત વિહારથી વિકારને રોકી શકાય છે. માટે જેમ બને તેમ બ્રહ્મચર્યના રક્ષણ માટે સદા સાવચેત રહેવું. शिवमस्तु सर्वजगतः, परहितनिरताः भवंतु भूतगणाः॥ दोषाः प्रयांतु नाशं, सर्वत्र सुखीभवंतु लोकाः ॥१॥ परहितचिंता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा ।। परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥२॥
૧. વિશ્વત્રિયમાં અખંડ શાંતિ પ્રસરે ! સમસ્ત પ્રાણીવર્ગ પરોપકારરસિક બનો! દેષમાત્ર નિર્મૂળ થાઓ! અને સર્વત્ર હું કોઈ સુખી થાઓ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com