________________
દરેક સુજ્ઞ ભાઇ વ્હેત સુખે આદરી પાળી શકે એવાં સમિત સહિત
બાર વ્રતની સક્ષિસ ટીપ
સમકિત
૧. રાગદ્વેષાદિક દોષથકી સોંપૂર્ણ મુક્ત થયેલા સર્વજ્ઞ સદશી આરત પરમાત્માને જ શુદ્ધ દેવ માનુ' અને જગમાત્રને પાવન કરનાર તેમનાં પવિત્ર નામ, સ્થાપના ( પ્રતિમા !, દ્રવ્ય અને ભાવનું સદા ય રટન કરું, નિરતર અમુક વખત ચાખ્ખાઇ રાખી, શ્રીજિનમંદિરે જઇ, ત્યાં સ્થિર ચિત્ત રાખો, પ્રભુના અદ્ભુત જ્ઞાન, ક્ષમા, ગંભીરતા પ્રમુખ ઉત્તમાત્તમ ગુણુ સંભારી, મારા આત્મામાં તેવા જ ગુણેા પ્રકટાવવા નિમિત્તે પ્રભુનાં દર્શન, પૂજા અને ચૈત્યવંદન કરું અથવા મહામંત્રના સ્થિર ઉપચેગ રાખી ૧૦૮ વાર જાપ કરું.
૨. શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા અનુસારે જ્ઞાન વૈરાગ્ય જાગવાથી સદ્ગુરુ સમીપે જઇ જેમણે મેરુપર્યંત જેવા ભારે પાંચ મહાવ્રત ઉચ્ચરેલાં છે, અને તે મહાત્રતાને જે રૂડી રીતે ગુરુમહારાજની આણામાં રહીને પાળે છે, કંચન-કામિનીથી જે સદા ય દૂર રહે છે, જયાથી સઘળી સંયમકરણી સાધે છે અને ભવ્ય જનને સારો બેષ આપી સુધારે છે તેવા મુનિ મહાત્માને જ શુદ્ધ ગુરુ માનુ અને પ્રતિદિન જોગ હોય ત્યાંસુધી તેમને શુદ્ધ ભાવથી વંદન કરી તેમનાં અમૃત વચનનું પાન કરું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com