________________
( ૪૮ )
અંગીકાર કરી પ્રમાદ રહિત તેનું આરાધન કરવું જોઈએ. વિકથાદિક પ્રમાદવડે તેનું વિરાધન કરવું યુક્ત નથી જ. જેનાથી તેમ સર્વથા બની ન શકે તેણે પણ “ગાઈડ” માં જણાવ્યા મુજબ ઉક્ત ચાર પ્રકાર પૈકી જેનું આરાધન થઈ શકે તેટલું કરી બનતે લાભ હાંસલ કરવા ચૂકવું નહિ.
૧૨ અતિથિસંવિભાગ ત્રત
( ચતુર્થ શિક્ષાવ્રત ) તિથિ, વાર પ્રમુખની દરકાર રાખ્યા વગર દિનરાત પ્રમાદ રહિત આત્મસાધનમાં જ ઉજમાળ મુનિજને “અતિથિ” કહે. વાય છે. તેવા મહાત્મા-સાધુજનેને કુટુંબાદિક નિમિત્તે કરેલ નિર્દોષ પ્રાસુક આહારપાણી હરહમેશ કે છેવટ પિષધ વ્રતના પારણે શુદ્ધ ભક્તિભાવથી કેવળ કલ્યાણાર્થે હેરાવી પછી પોતે જમવું. તેનું વ્રત પવિત્ર ધર્મની પ્રાપ્તિ અને પુષ્ટિ માટે બહુ જરૂરનું છે. જ્યારે તેવા સુપાત્ર સાધુને જેગ ન બની શકે ત્યારે શું કરવું ? તે આશ્રી “ગાઇડમાં” કરેલી સૂચના લક્ષમાં રાખી ઉક્ત વ્રતનું યથાશક્તિ આરાધન કરવા મળેલી તકે સાર્થક કરી લેવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com