________________
( ૩૭ )
થાય છે અને પેદા થએલ ભાવપરિણામ કદાપિ ઢીલા પડતા નથી; તેથી જ બુદ્ધિશાળી જનેએ નિત્ય ઋત્યાદિક પ્રયત્નમાં સદા ય ઉદ્યમ કરે. ઉક્ત વ્રત સંબંધી શેષ કર્તવ્ય (અવશિષ્ટ હકીકત ) દર્શાવતા સતા ગ્રંથકાર કહે છે –
૩૯. આ શ્રાવકધર્મમાં પ્રાયે અણુવ્રત અને ગુણવતે જીવિતપર્યત સેવવાના હોય છે. ફક્ત બાકી રહેલાં શિક્ષાવ્રત ( પુનઃ પુનઃ અભ્યાસવા ચાગ્ય હોવાથી ) અપ કાળ સેવવાના હોય છે. તેમાં સામાયિક અને દેશાવગાસિક વારંવાર ઉચ્ચારાય છે અને પૌષધ તથા અતિથિસંવિભાગ નિયત દિવસે કરાય છે. સાધુના મહાવ્રતે તે કાયમને માટે જ હોય છે. બારે પ્રકારને શ્રાવકધર્મ કો તે સંલેખનાને કહેવાને અવસર આવવાથી તે વિષે શાસ્ત્રકાર કહે છે કે –
૪૦. અંતે-જીવિતવ્યના અંત વખતે અનશનપૂર્વક સંલેખના નામનો ક્રિયા શ્રાવકને અવશ્ય કરવાની હોતી નથી; કેમ કે તથાવિધ પરિણામવાળે કોઈક શ્રાવક પ્રવજ્યા-દીક્ષા આદરે છે તે કરે છે તેથી સંલેખના સંબંધી હકીકત આ ટૂંક પ્રકરણમાં કહી નથી. અતઃ શ્રાવકધર્મને લગતી ઉપર જણાવેલી હકીકત ઉપરાંત બાકી વિધિવિશેષ હવે કહીએ છીએ.
૪૧. શ્રાવકે તેવા ગામ નગરાદિકમાં જ વસવું કે જ્યાં સાધુજનેનું આવાગમન થતું હોય, વળી જેમાં જિનમંદિરે હોય અને બીજા સાધમીજને પણ વસતા હેય. એવા સ્થાનમાં નિવાસ કરતાં શું ફળ થાય? તે કહે છે કે સદ્ગણેની વૃદ્ધિ થાય. શી રીતે ? તે કહે છે નિ:શંક ભાવથી સાધુઓને વાંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com