________________
( ૨૨ )
નિર્ગથ-સાધુ મુનિરાજ જ આ ભવસમુદ્રને તરવાને તેમજ બીજાને તારવાને સમર્થ હોવાથી માતાપિતાદિક કરતાં અત્યંત ઉપકારી જાણ સગુરુ તરીકે અવલંબવા ગ્ય છે. તેવા શુદ્ધ સદગુરુનું શરણ આદરી કઈક ભવ્યાત્માઓ તરી ગયા છે. તીર્થકર, ગણધર પ્રમુખ પ્રમાણિક પુરુષોએ પ્રરૂપેલ દાન, શીલ, તપ અને ભાવનાલક્ષણ અથવા સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રલક્ષણ ધર્મ જ ભવ્યજનેને ગતિથી બચાવી સદ્ગતિ આપવા સમર્થ છે, એમ સમજી અનન્ય શ્રદ્ધારૂપ શુદ્ધ પ્રેમથી ઉક્ત ધર્મનું આરાધન કરી લઈ સ્વમાનવભવ સફળ કર એ જ પૂર્વપુણયને પ્રાપ્ત થયેલ સકળ સામગ્રીનું સાર્થકપણું છે. પૂર્વોક્ત શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર અનન્ય પ્રેમ-ભક્તિથી. અનાદિ મિથ્યાવાસનારૂપ મિથ્યાત્વ નાશ પામે છે અને શુદ્ધ વાસનારૂપ સમ્યકત્વ પ્રગટે છે. સમકિતચિ જીવ સ્વકલ્યાણાર્થે નીચેની ગાથાનું સદા ય રટન કરે છે. " अरिहंतो मह देवो, जावजीवं सुसाहुणो गुरुणो।
जिनपबत्तं तत्तं, इय सम्मत्तं मए गहियं ॥
અથવા શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મને જેમાં સારી રીતે સમાવેશ થયેલો છે એવા નવ પદ રૂપ નવકાર મહામંત્રને તે સદા ય જા૫ કર્યા કરે છે. ઉક્ત મહામંત્રને પ્રભાવ અચિત્ય જાણી કઈ કઈ મહાનુભાવ તેને નવ લક્ષ (૯ લાખ) જાપ સ્થિરતાથી કરે છે અથવા તો શ્વાસે શ્વાસમાં તેનું જ રટણ કરે છે. મહામશાળકારી નવકાર મંત્રાદિકને પ્રમાદ રહિત જાપ કરવાથી શુભ. અભ્યાસને તેમનું સમાધિયુકત મરણ થવું સંભવે છે, તેથી તે અભ્યાસ બહુ જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com