________________
( ૮ )
દન કરી શકાય છે અને નકામી વાત-વિકથા કરવાને ઢાળ તજીને, ઉત્તમ ધર્મકથા કરવાની કે સાંભળવાની સુટેવથી આત્માને અનહદ લાભ થવા પામે છે. આ રીતે હરેક પ્રકારનું પ્રમાદાચરણ સમજપૂર્વક પરિહરી, જે પ્રેમ-ઉલ્લાસથી સન્માર્ગનું સેવન કરવામાં આવે છે તેથી કે અપૂર્વ લાભ મળી શકે છે તે બતાવે છે -
નવપદ અથવા વીશસ્થાનક પદ પૈકી એક કે બે પદનું થાવત વીશે પદનું સંપૂર્ણ પ્રેમેલ્લાસથી યથાવિધિ સેવન-આરાધન કરવાથી ભવ્યાત્મા ભારે ઋદ્ધિ-સમૃદ્ધિ પામવા ઉપરાંત શ્રી અરિહંત તીર્થકરની પવિત્ર પદવીને પણ પ્રાપ્ત કરી શકે છે. સંપૂર્ણ વીલ્લાસથી પવિત્ર રત્નત્રયીનું આરાધન કરનાર સકળ કર્મમળને સર્વથા ક્ષય કરીને અક્ષય અજરામર એવું સિદ્ધપદ પણ પામી શકે છે. અનાદિ અશુભ આચારવિચારને તજી જે ભવ્યાત્મા શ્રી સર્વજ્ઞપ્રણીત શુભ આચારવિચારને બહુ જ આદરપૂર્વક સેવે છે તે અલ્પ કાળમાં ઉત્તમ આચાર્ય પદવીને પ્રાપ્ત કરી શકે છે અને જે સારી રીતે સ્વ–આત્મહિત સાચવીને અતિ નમ્ર ભાવે વપરહિત કરવા ઉજમાળ રહે છે તે વાચક પાઠક થા ઉપાધ્યાય પદને પામે છે. એ જ રીતે ઈન્દ્રિય, કષાયાદિને દમી-વશ કરી જે સ્વાત્મહિત કરવા ઉજમાળ બને છે તે મુસાધુ પદવીને પ્રાપ્ત થાય છે. જે સુસાધુજ સમીપે આદરસહિત હિતોપદેશ સાંભળીને સુશ્રદ્ધા, સદ્દવિવેક અને સતક્રિયાને સેવે છે તે મહાનુભાવ સુશ્રાવક પદવીને પામે છે તથા જે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મતતવને યથાર્થ ઓળખી તેની દઢતીતિ કરે છે તે અનાદિ મિથ્યાત્વને તજી સમ્યક્ત્વ ગુણને પામી શકે છે. એ રીતે માર્ગનુસારિતા પ્રમુખ અનેક સદગુણે પુરુષાર્થયેગે દઢ અભ્યાસથી પ્રાપ્ત થઈ શકે છે.
છલા પકવીને પાવાત્મહિત કરવા
જ સમીપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com