________________
"યથર
છે.
ગ્રન્થકર્તાને પરિચય આ ગ્રંથના કર્તા આ રત્નશેખરસૂરિ મહારાજ છે. આ રત્નશેખરસૂરિ નામના બે આચાર્યો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. એક શ્રીશ્રીપાળચરિત્ર અને ગુણસ્થાનક ક્રમારોહના કર્તા રત્નશેખરસૂરિ અને બીજા શ્રાદ્ધવિધિ શ્રાદ્ધપ્રતિક્રમણ વિગેરે ગ્રંથોના કર્તા રત્નશેખરસૂરિ. શ્રીશ્રીપાળચરિત્ર અને ગુણસ્થાનક ક્રમારોહના કર્તા રત્નશેખરસૂરિ મહારાજ શ્રી વજુસેનસૂરિ મહારાજના પટ્ટધર છે જ્યારે આ ગ્રંથકત રત્નશેખરસુરિ મુનિસુંદરસૂરિ મહારાજના પટ્ટધર છે.
આ ગ્રંથકર્તા રત્નશેખરસૂરિ મહારાજ તપાગચ્છમાં થયેલા મુનિસુંદરસૂરિના પટ્ટધર છે. અને તે બાવનમી પાટે થયા છે તે વાત ઠેર ઠેર પટ્ટાવલીઓમાં નજરે પડે છે.
આ તપાગચ્છ નામ નિર્ચસ્થ મુનિઓનું છઠું નામ છે. તે આ રીતે-શ્રમણ ભગવાન મહાવીરને અગિઆર ગણધર ભગવત હતા. તેમાં ભગવાને સુધર્મ નામના પાંચમા ગણધર ભગવંત દીર્ધાયુષી અને જેમની પટ્ટપરંપરા દુષ્ણસહસૂરિ સુધી ચાલનારી હોવાથી તેમને ગણુની અનુજ્ઞા આપી. સુધર્માસ્વામિના સાધુઓ જગતમાં નિગ્રંથ નામે પ્રસિદ્ધ થયા. આ પછી તેમની આઠમી પાટે શ્રીસુસ્થિત આચાર્ય થયા ત્યારે તેમના ગણનું નામ કોટિક પડયું. ચૌદમી પાટે જ્યારે શ્રી ચંદ્રસૂરિ થયા ત્યારે તે ગણુ ચંદ્રગચ્છના નામે ઓળખાયો. રોળમી પાટે શ્રી સામંતભદ્રાચાર્ય થયા તે દેવકુળ અને વનમાં રહેનારા થવાથી તેમનો ગ૭ વનવાસી ગ૭ નામે ઓળખાયો. ૩૬મી પાટે જ્યારે ગચ્છનાયક સર્વદેવસૂરિ થયા ત્યારથી આ ગચ્છ વડગચ્છના નામે ઓળખાય આ પછી ૪૪મી પાટે જગચંદ્રસૂરિ થયા. આ તપસ્વી આચાર્યના સમયમાં વિ. સં. ૧૨૮૫ની સાલથી આ ગ૭ તપાગચ્છના નામે ઓળખાય છે અને તે નામ અદ્યાપિ ચાલે છે. આ જગચંદ્રસૂરિ તથા દેવેન્દ્રસૂરિ.
આ જગચંદ્રસૂરિ હીરલા તપા જગચંદ્રસૂરિના નામે પ્રસિદ્ધ હતા. આ જગચંદ્રસૂરિએ દેવભદ્ર ઉપાધ્યાયની સહાય લઈ ક્રિોદ્ધાર કર્યો તેથી તેમના નામ આગળ હીરલા પર મુકાયું. તેમજ બત્રીસ દિગંબર આચાર્યોની સાથેના વાદમાં હીરાની પેઠે તેજસ્વી નિવડ્યા તેથી પણ તેમના નામ આગળ હીરલા પર મુકાયું, આ. જગચંદ્રસૂરિ અંદગી સુધી આયંબિલને તપ કરનારા હતા તેથી મેવાડના રાજા જૈત્રસિંહે તેમને તપા એવું બિરૂદ આપ્યું. આથી તેમને ગ૭ પણ બૃહત્ ગચ્છ અગર તપાગચ્છના નામે ઓળખાયો. આ. જગચંદ્રસૂરિને આ. દેવન્દ્રસૂરિ અને વિજયચંદ્રસૂરિ - * बावण्णोति श्री मुनिसुंदरसूरिपट्टे द्विपंचाशत्तमो श्री रत्नशेखरसूरि;
(ધર્મસાગરકૃત તપાગચ્છ પટ્ટાવલી)