________________
૧૬
દેસાઈને આ ભગીરથ કાર્ય કરવાનું કહ્યું. આશરે છએક મહિને સાચ સાથે એમણે આ કાર્યં સંભાળવાની સંમતિ આપી. આ માટે કાઈ નાની સરખી હકીકત પણુ લક્ષ બહાર જવા ન પામે તેની ભારે ચીવટ સાથે પેઢીના ઈતિહાસના પ્રથમ ભાગ તૈયાર કર્યા. વિશાળ પાયા પરના જૂના રેકર્ડ(તર ), તેનાં જીણ થયેલાં પાનાંઆ, ચાપડાએ, ચુકાદાઓ, પરવાના વગેરેમાં પડેલી મહત્ત્વની વિગતા, લેખા અને ઉપલબ્ધ તમામ સામગ્રીઓને એમણે ઝીણવટભર્યો અભ્યાસ કર્યાં. ખૂબ વિસ્તૃત અને સ`ખ્યાબંધ પાદનેાંધ સાથે આ ઐતિહાસિક ગ્રંથ તૈયાર થયા. એના પ્રથમ ભાગમાં નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને અન્ય પ્રભાવશાળી મહાનુભાવાએ કરેલી ધરક્ષા, તીર્થરક્ષા અને શાસનપ્રભાવનાની કામગીરીને વેધક ચિતાર આપવામાં આવ્યા છે.
શ્રો આણંદજી કલ્યાણુજીની પેઢીના ઇતિહાસના બીજા ભાગના લેખનનુ કાર્યોં એ શ્રી રતિભાઈને માટે કોઈ તપસ્વીના આકરા તપ જેવું કાર્ય બન્યું. એક બાજુ સ્વાસ્થ્ય ક્ષીણ થતું... હતું અને ખીજી બાજુ ખીજો ભાગ પૂર્ણ કરવાની મનેાકામના વધુ ને વધુ દૃઢ થતી હતી. એવામાં ૧૯૮૩ની પાંચમી કટાબરે ડાબા અંગે લકવાનેા હુમલા થયા. ખીજો ભાગ લખી શકાશે નહીં તે માટે પેઢીને રાજીનામુ લખી મેાકલ્યું. પેઢીએ ઊંડી સૂઝ અને ઉદાર સૌજન્ય દાખવીને કહ્યું કે તમે કંઈ પેઢીના કર્મચારી નથી, તેથી રાજીનામાના કોઈ સવાલ છે જ નહી. આ કામ તમારી અનુકૂળતાએ તમે જ પૂરું કરશેા. આ ભાવનાએ ક્રી રતિભાઈને કા`રત કર્યા. પાછળનાં વર્ષમાં એમનુ` માત્ર એક જ લક્ષ નજરે ચઢતુ કે કયારે બીજો ભાગ પૂરો કરું, કયારૅ જવાબદારીથી સુપેરે મુક્ત થાઉં! ૧૯૮૫ના મેમાં માતિયાનું ઑપરેશન થયું. ડાયાબિટિસ અને બ્લડપ્રેસર કાબૂમાં રાખવા પડતા હતા. કાઈ વૃદ્ધ યાત્રી જીવનની તમામ શક્તિ એકઠી કરીને જેમ ગિરિરાજ પર યાત્રા કરતા હેાય તેવી જ યાત્રા રતિભાઈએ આના લેખનની પાછળ કરી. આમાં એમનાં પુત્રો માલતી અને પૌત્રી શિલ્પાને સાથે મળ્યા, આખરે એમણે ખીન્ન ભાગનું લેખનકા પૂર્ણ કર્યું અને એની સાથેાસાથ જીવનલીલા પણુ સંકેલી લીધી. શેઠ આણુ દૃષ્ટ કલ્યાણુજીની પેઢીના ઇતિહાસને ખીજો ભાગ એ ક્ષીણ અને ઋણું શરીર પર મનની મક્કમતા અને પેઢી તેમજ શ્રીસ ંધ તરફની અગાધ મમતાના વિજયને કીર્તિસ્થંભ ગણાય.
જીવનને ધન્ય કરનારી આવી વ્યક્તિ મૃત્યુને પણ ધન્ય કરી જાય છે. પેાતાની અતિમ ઇચ્છા રૂપે એમણે ચક્ષુદાન કર્યું અને એથી ય આગળ વધી તખીખી સ ંશાધનને માટે દેહદાન કર્યું.. જીવન અને કવનમાં પ્રામાણિકતા, ધર્મ અને સત્યની ઉપાસના કરનાર રતિભાઈ જેવા શ્રેયાથી આજના જમાનામાં તા વિરલ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org