________________
પ્રકાશકના બે બોલ
મોક્ષમાર્ગનું પ્રવેશ દ્વાર એટલે સમ્યગ્દર્શન ... જૈન ફિલોસોફીમાં જેનું અનુપમ સ્થાન છે
44
એવા ‘ સમકિત’’ નામના વિષય પરનો ૧૭મી સદીમાં થઈ ગયેલા જૈન શ્રાવક કવિ શ્રી ૠષભદાસ કૃત ‘‘સમકિતસાર રાસ'' નામના કાવ્ય ગ્રંથ ઉપર ગહન ચિંતન કરીને, વિદુષી શ્રાવિકા રત્ન ભાનુબેન શાહે પી. એચ. ડી. માટે તૈયાર કરેલ મહાનિબંધને ગ્રંથરૂપે જૈન તત્ત્વજ્ઞાનના પિપાસુ અભ્યાસીઓને માટે પ્રગટ કરતાં સેવા સંઘ અતિ પ્રસન્નતા સાથે ધન્યતા અનુભવે છે.
ગૃહસ્થાશ્રમની જવાબદારીઓ વહન કરવાની સાથે એક જૈન શ્રાવિકા, સમય બચાવીને નિરંતર અધ્યયનશીલ રહીને સાહિત્ય-સંશોધન ક્ષેત્રમાં કેટલાં ઉચ્ચ શિખરો સર કરી શકે છે, તે ભાનુબેને નારી માત્રને માટે જ્વલંત દ્રષ્ટાંત પુરું પાડ્યું છે. મુંબઈ યુનિવર્સિટીમાં આ મહાનિબંધ પ્રસ્તુત કરીને ડૉક્ટરેટ પદવી પ્રાપ્ત કરવા બદ્દલ ડૉ. ભાનુબેન શાહ(સત્રા)ને લાખો શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવીએ છીએ.
ભાનુબેનનો શ્વસુર અને પિતૃ પરિવાર વંશ પરંપરાગત અતિ ધાર્મિક, દૃઢધર્મા અને પ્રિય ધર્મ સંસ્કારી પરિવાર છે. તેઓના પતિ શ્રી જયંતિલાલ ભાઈનો સાથ-સહકાર ભાનુબેનના જ્ઞાનવિકાસમાં અનુમોદનીય રહ્યો છે. એનું આ શુભ પરિણામ છે. આ ગ્રંથ પ્રકાશનમાં અર્થ સહયોગી બનીને તેમણે પૂ. માવિત્ર માતુશ્રી નાનબાઈ વીરજી વાલજી સત્રા પરત્વે વિનમ્ર અભિનંદનનું અર્ધ્ય આપવા બદ્દલ સમસ્ત પરિવારને ધન્યવાદ આપીએ છીએ.
વિક્રમની સત્તરમી સદીના શ્રાવક કવિ શ્રી ઋષભદાસે જિન ઉદ્યાનરૂપી બાગની સુરક્ષા હેતુ સમકિતસાર રાસની રચના કરી છે, જેના આધારે ભાનુબેને જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ દર્શાવેલ છે. પ્રથમ પ્રકરણમાં અમૂલ્ય જ્ઞાન નિધિરૂપ વારસો હસ્તપ્રતોના સ્વરૂપે આપણા ગ્રંથાલયોમાં સુરક્ષિત સચવાયેલો છે; તેનો રસિક ઈતિહાસ છે. ત્યાર પછી યશસ્વી કવિ શ્રી ૠષભદાસનો પરિચય છે. ૫.૩-૪માં સમકિતના ૬૭ બોલનું વિશદ વર્ણન છે, જેમાં જૈનદર્શનનાં ઉત્સર્ગ અને અપવાદ અર્થાત્ નિશ્ચય અને વ્યવહાર માર્ગનું લેખિકાએ સાંગોપાંગ વર્ણન કર્યું છે. સમકિત જેવા ગહન વિષયને લોકભોગ્ય બનાવવની તેમની આવડત પ્રશંસનીય છે. ત્યારબાદ સ્થિરાદૃષ્ટિ સાથે તેમજ મૂલાધારમાં જાગૃત થતી કુંડલિની શક્તિ સાથે સમકિતનો સમન્વય રસિક છે. આધુનિક વિજ્ઞાન અને જૈન દર્શનનાં વિજ્ઞાનનું સ્વરૂપ દર્શાવી તેમણે સામાન્ય જનની શ્રદ્ધા મજબૂત કરી છે.
આ ગ્રંથનું વાંચન-મનન અને નિદિધ્યાસન દરેક જ્ઞાનાર્થી ભાઈ-બહેનનાં હૃદયમાં સમ્યગ્દર્શનની અનુભૂતિ માટેની તીવ્ર ઝંખના જગાડશે એવી પાકી શ્રદ્ધા છે... મહાવીર જન્મ કલ્યાણક. વી૨સં. ૨૫૩૬.
અજરામર જૈન સેવા સંઘ, મુંબઈ
==
======