________________
શ્રુતત્વનો સ્ત્રોત
સોળમા શતકના શ્રાવક કવિ ઋષભદાસની 'સમકિતરાસ' ની હસ્તપ્રતની મુંબઈ યુનિવર્સિટીની પી.એચ.ડી. ડીગ્રી માટે શ્રીમતી ભાનુબેન જયંતિલાલ શાહે પસંદગી કરી અને ડો. અભયભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ તેઓએ આ પ્રતનું સર્વાગી મૂલ્યાંકન કર્યું છે.
આ મૂલ્યાંકનનો અભ્યાસ કરી મારો આનંદ અને સંતોષ વ્યક્ત કરું છું. શ્રીમતી ભાનુબેને આ આ હસ્તપ્રતનું ૬(છ) પ્રકરણમાં વિભાજન કરી અભ્યાસ કર્યો છે. પ્રત્યેક પ્રકરણમાં એમનો - પુરુષાર્થ અને સૂઝ ધ્યાન ખેંચે છે.
સોળમા શતકની મૂળ હસ્તપ્રતનો અભ્યાસ શરૂ કર્યા પહેલાં તેઓએ મધ્યકાલીન , ગુજરાતી જૈન સાહિત્યનો સંક્ષેપમાં રસમય પરિચય કરાવી કવિ ઋષભદાસના જીવન અને સર્જનની અનેક વિગતો, તુલનાત્મક દૃષ્ટિએ તથા માહિતીની ઉપકારક્તાની દ્રષ્ટિએ વર્ણવી આ જ કવિના જીવન -સર્જન વિશે ગુજરાતી ભાષાના અન્ય વિદ્વાનોના અભિપ્રાયો દર્શાવેલ છે.
સમકિતરાસની કુલ ૪૫ ઢાળનું સરળ ગુજરાતીમાં ભાષાંતર નહીં પણ રૂપાંતર કરી, જૂની ગુજરાતી ભાષાને અર્વાચીન ભાષામાં વર્ણવવાનો લેખિકાનો પુરુષાર્થ નોંધપાત્ર છે. આ તેઓએ યથાર્થચર્ચા કરી છે.
“સમ્યગુદર્શન મેળવનાર જ ઉત્તમ શ્રાવક કે સાધુપણું પ્રાપ્ત કરી શકે છે અર્થાત્ સમ્યગદર્શન એ દેશવિરતિ કે સર્વવિરતિનો આધાર છે.”
સમ્યકત્વના સ્વરૂપને સમજાવવા તેઓએ સમર્થ પુરુષાર્થ કર્યો છે અને સમ્યકત્વના ૬૭ બોલનું સંક્ષેપમાં સરળ, મધુર શૈલીમાં નિરૂપણ કર્યું છે. કૃતિના ભાવપક્ષ એટલે કે તત્ત્વવિચાર જ નહીં પણ કલાપક્ષની પણ વિગતપૂર્વક ચર્ચા કરી છે. કવિ ઋષભદાસની કાવ્યશૈલીમાં રહેલી છે બધી જ વિશેષતાઓ સદષ્ટાંત તારવી આપી છે, મૂળ હસ્તપ્રતનું સાહિત્યિક મૂલ્યાંકન આકર્ષક બની રહે છે.
ઉપરાંત સમકિત વિશે જૈન આગમ ગ્રંથોમાં થયેલી ચર્ચા તથા અનેક જૈને વિદ્વાન મનીષીઓએ-આચાર્ય ભગવંતોએ તથા વિદ્વાન શ્રાવકોએ કરેલી ચર્ચાને તુલનાત્મક રીતે દર્શાવી છે. વર્તમાનમાં પણ સમ્યગુદર્શન કેટલું ઉપકારક બની શકે તે દર્શાવી આપણે સહુ સમકિત પ્રાપ્ત - કરવા પુરુષાર્થ કરીએ એવી શુભ ભાવના વ્યક્ત કરી છે.
એમના આ શોધ પ્રબંધને મુંબઈ યુનિ. આવકારી તેમને પી.એચ.ડી.ની ડીગ્રી પ્રદાન છે કરી છે. જૈન હસ્તપ્રત સાહિત્ય ઘણું વિપુલ છે. ડો. ભાનુબહેન આવી અનેક હસ્તપ્રતોનું સંશોધન : સંપાદન કરી, શ્રુતજ્ઞાનની સેવા કરી જીવન ધન્ય બનાવે એવી આશા.
ઘાટકોપર.
લિ.ડો. રસિકએલ.મહેતા. ---รรรรรรรรรรรรรรรรรรรรรร