________________ કથાની એતિહાસિકતાને બદલે આપણું લક્ષ્ય તેની પ્રેરતા. તરફ રહેવું જોઈએ. હજારો લેખકોએ જુદા જુદા દેશ કાળમાં. જે કથાઅંગે રચ્યા છે તેમનામાં મત ભિન્નતા, કથા સૂત્રમાં જુદા. જુદા પ્રકારની તોડ જોડ તથા નામ વિગેરેમાં વિવિધતા હોવી એ કુદરતી છે. અનેક કથાગ્રંથોના અભ્યાસ પછી અમારો વિશ્વાસ છે કે આપણે પ્રાચીન ગ્રંથની “શબ પરીક્ષા ન કરતાં, “શિવપરીક્ષા' (કલ્યાણકારી તત્ત્વની પરીક્ષા)કરવાની ટેવ પાડવી જોઈએ. જે કથાગ્રંથમાં જ્યાં જે ઉચ્ચ આદર્શ, પ્રેરક તત્વ, અથવા જીવનનિર્માણ કરનારાં મૂલ્યો જોવા મળે છે, તેને કઈ પણ પ્રકારના ભેદ ભાવ વિના સ્વીકારી લેવા જોઈએ. અનેક ગ્રંથોમાં એવું જોવા, મળે છે કે એક જ કથાનક જુદા જુદા પ્રસંગમાં જુદા જુદા રૂપમાં. લખાયેલું જોવા મળે છે. કયાંક કથાનો પૂર્વાર્ધ આપીને તેને છોડી દીધો છે, ક્યાંક ઉત્તરાર્ધ કયાંક થોડો ભાગ જ. આવી સ્થિતિમાં કથા સૂત્રોને સંપૂર્ણ રૂપમાં લખવા અત્યંત મુશ્કેલ બની જાય છે. અને તેમાં વિવાદપ્રદ પ્રશ્ન પણ ઉપસ્થિત થઈ શકે છે. અમે એવા. પ્રસંગોએ એવો પ્રયત્ન કર્યો છે કે જ્યાં સુધી જે કથાસૂત્ર સંપૂર્ણ મળ્યું છે તેને બે ત્રણ કથા ગ્રંથના સંદર્ભને જોડીને પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ કથાનકની પૂર્ણતા સમગ્રતા અને . પ્રાચીનતાની પૂરેપૂરી ખાત્રી આપી શકાય નહીં. એ તો બહુશ્રત. વાચકો પર જ આધાર રાખે છે કે, તેમને કયાંય કોઈ કથાસૂત્રના. સંબંધમાં નવું કથાનક મળે તો તેઓ લેખકને દર્શાવે. જેથી તેમના સંશોધન પરિવર્ધનમાં પ્રગતિ થઈ શકે. અમને વિશ્વાસ છે કે આનાથી અનેક વાચકોને અનેક પ્રકારનાં રેચક ચરિત્રોના માધ્યમથી વિવિધ પ્રકારની પ્રેરણા મળશે.. આ વિવધ પ્રકારની રુચિવાળા વાચકોની વિવિધ રૂચિઓને તૃપ્ત . કરવા એક સફળ પ્રયત્ન સિદ્ધ થઈ શકશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust