________________ 12 કથાગ્રંથની રચનામાં એક ત્રીજી પૌલીનો વિકાસ પણ થશે, - જેને આપણે કથાકષ' અથવા કથાસંગ્રામના રૂપમાં આજે પ્રાપ્ત કરીએ છીએ. જિનેશ્વરસૂરિનું કથાકેશપ્રકરણ, આમ્રદેવસૂરિનું આખ્યાનક મણિકોષ, હરિષણનું બહત્કથાકેષ ધર્મદાસગણિનું ઉપદેશમાલા” તથા શુભવર્ધમાન ગણિતું “વર્ધમાનદેશના વગેરે વિવિધ કથા કુસુમને ગુલછડીના રૂપમાં આ કથાગ્રંથો નાનાં દૃષ્ટાંતો દ્વારા સત્કમની શુભ પ્રેરણા સુવાસ ફેલાવી રહ્યાં છે. તે ઉપરાંત વિદ્વાન આચાર્યોએ સમયે સમયે કેઈ એક પૌરાણિક - ચરિત્ર લઈને, કેઈ આગમગત કથાસૂત્રને લઇને અથવા સ્વતંત્ર રૂપનાં પણ ઘણાં સર્જન કરીને સેંકડો કથાગ્રંથની રચના કરી છે. આ કથાગૂંથે પ્રાકૃતમાં રચવામાં આવતા હતા, પછી સંસ્કૃત શૈલી ચાલી, પછી અપભ્રંશ યુગ આવ્યો તે અપભ્રંશમાં ચણ લખાયું અને પછી તો અનેક જૈન કવિઓએ ગુજરાતી મિશ્રિત રાજસ્થાનમાં રાસ, પાઈ, લખાણના રૂપમાં સેંકડો સર્સ, રોચક અને પ્રેરણાદાયક કથાકાવ્યોની સૃષ્ટિથી સરસ્વતીના ભંડારને - સમૃદ્ધ કર્યો. પરંપરાની ભિન્નતા અનુશ્રુતિઓનું અંતર તથા - સમયના લાંબા પટને કારણે કથાસૂત્ર પરસ્પર ભિન્નતા અને પ્રસંગેના જોડ તોડમાં પણ ઠીક ફેર પડી ગયે. અનેક કથાઓ તો એવી છે, જે અત્યંત પ્રસિદ્ધ હોવા છતાં પણ કથાગ્રંથોમાં જુદી જુદી જોવા મળે છે. કેટલીક કથાઓ આગમોમાં વર્ણવાયેલી છે. તેને પછીના સાહિત્યમાં આડકથાઓ જોડીને વિસ્તૃત પણ કરવામાં આવી છે. 6 કથાનું આ વવિધ્ય જોયા પછી એ પ્રયત્ન કરવો રહ્યો કે કથાને મૂળસ્રોત કયાં છે કે છે અને એમાં જે મતભેદ અિથવા આડકથાઓ છે, તે માન્ય છે કે નહીં આ કામ ફકત જલમંથન કરવા જેવું જ ગણાય.. કહી છે : અને કરી હોવા ગયા. અનેક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust