________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયાનું પરિણામ मायाशीलः पुरुषो यद्यपि न करोति किञ्चिदपराधम् ।
સ રૂવવિશ્વાચો ભવતિ તથાત્મિવત: ર૮ી. અર્થ : માયાના સ્વભાવવાળો મનુષ્ય જો કે માયાજનિત કોઈપણ અપરાધ કરતો નથી. (વર્તનમાં માયાના દોષથી વિરત છે) તો પણ પોતાના જ માયા-પથી ઉપહત થયેલો તે સર્પની જેમ અવિશ્વાસ્ય બને છે.
વિવેધન : ભલેને સર્પ શાન્ત પડ્યો હોય, પરન્તુ એનો વિશ્વાસ કરાય ખરો? એના પર વિશ્વાસ રાખી એનો સ્પર્શ કરો ખરા? જેમ સર્ષે સમગ્ર માનવ જાતનો વિશ્વાસ ગુમાવ્યો છે, તેમ માયાવી માણસે પણ વિશ્વાસ ગુમાવ્યો છે. તમે માયા-કપટ કરીને તમારા વ્યક્તિત્વને ઝાંખપ લગાડી, દુનિયાના ડાયરામાં તમે “માયાવી” “કપટી' રૂપે ગવાયા, તમારા પર લોકો વિશ્વાસ નહીં કરે.
ભલે તમે બે-ચાર વખત માયા-કપટ કરીને ધન કમાઈ લીધું, કોઈ સ્વાર્થ સાધી લીધો. પરંતુ તમારી કપટલીલા દુનિયાના ચૌટે જાહેર થઈ ગઈ, કે દુનિયા તમને “બેઈમાન'રૂપે જોતી થઈ જવાની. પછી ભલે તમે કપટ કરવાનું ત્યજી દીધું. પરન્તુ તમે તમારા વિકૃત કરી નાંખેલા વ્યક્તિત્વને જલદી બદલી નહીં શકો. દુનિયા વિચારશે કે, “આ ભલે હમણાં સરળતાનો દેખાવ કરે, દુનિયાના ભોળા જીવોને વિશ્વાસમાં લઈ, તે એક દિવસે સહુને નવરાવી નાંખશે.... એનો કપટ-ક્રિયાનો સ્વભાવ સુધરે નહીં...” આવા આવા વિચારો તમારા માટે થવાના.
તમે દુનિયાની ઉપેક્ષા-અવગણના નહીં કરી શકો. “મારે દુનિયાની પરવા નથી. ભલે મારા પર લોકો વિશ્વાસ ન રાખ.” એમ તમે ભલે રોપમાં બોલી નાંખો, પરંતુ સંસાર વ્યવહારમાં અન્ય મનુષ્યોનો વિશ્વાસ સંપાદન કર્યા વિના ન જ ચાલે. હા, અવિશ્વાસના કલંકથી કલંકિત જીવન જીવનારા માણસો તમને મળી આવશે, પરંતુ તેમનામાં તમને અશાન્તિ, ક્લેશ અને સંતાપ જ દેખાશે. એવું જીવન તમને વહાલું હોય તો ભલે તમે માયા-કપટના માર્ગે ચાલતા રહો અને ઘોર અશાન્તિ ભોગવતા રહો!
તમે પારિવારિક જીવનમાં, પરિવારના માણસો સાથે માયા-કપટના ખેલ ખેલવા માંડ્યા, પરિવારને તમારી માયાજાળની ગંધ આવી ગઈ; તમે પરિવારનો વિશ્વાસ ગુમાવશો. પત્ની અને પુત્ર-પુત્રીઓ પણ તમારી તરફ શંકાની દૃષ્ટિથી
For Private And Personal Use Only