Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 607
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશમરતિ ૫૮૬ * ભવસ્થ કેવળી અને સિદ્ધો સંજ્ઞી પણ નથી કે અસંશી પણ નથી. |નોસંજ્ઞી, નો-અસંજ્ઞા) કેવળજ્ઞાનીને અલબત્ત, મન હોય છે પરંતુ તે મનથી તેઓ ભૂત-ભાવિ-વર્તમાનકાલીન ભાવ-સ્વભાવનું પર્યાલોચન કરતા નથી, કારણ કે તેઓ પર્યાલોચન વિના જ, કેવળજ્ઞાન અને કેવળદર્શનથી સાક્ષાત્ સમસ્ત ભાવોને જાણે છે ને જુએ છે. સિદ્ધો પણ સંજ્ઞી નથી હોતા કે અસંજ્ઞી નથી હોતા. દ્રવ્ય મન ન હોવાથી સંશી ન કહેવાય અને સર્વજ્ઞ હોવાથી અસંજ્ઞી ન કહેવાય. સંજ્ઞાઓના પ્રકારો : સંજ્ઞાઓનો વિચાર વિશાળ ફ્લૅક પર કરવામાં આવ્યો છે. સંજ્ઞિનઃ સમન આ પરિભાષાને ગૌણ કરીને, મન વિનાના એકેન્દ્રિયાદિ જીવોમાં પણ સંજ્ઞાઓ હોવાનું સ્વીકારાયું છે. મન વિનાના જીવોને ‘ઓધસંજ્ઞા’ હોય છે. સંજ્ઞાના મુખ્ય બે પ્રકાર છે ૧. જ્ઞાનરૂપ, અને ૨. અનુભવરૂપ. જ્ઞાનરૂપ સંજ્ઞામાં પાંચ પ્રકારનાં જ્ઞાનનો સમાવેશ કરવામાં આવ્યો છે! આ અપેક્ષાએ કેવળજ્ઞાનીને પણ ‘સંશી' કહી શકાય. અનુભવરૂપ સંજ્ઞા, અશાતાવેદનીય કર્મના તથા મોહનીય કર્મના ઉદયથી હોય છે. તેના ચાર પ્રકાર છે : ૧, આહાર સંજ્ઞા |અશાતાવેદનીયના ઉદયથી ૨. ભય સંજ્ઞા, 3. મૈથુન સંજ્ઞા, અને ૪. પરિગ્રહ સંજ્ઞા. (આ ત્રણ સંજ્ઞાઓ મોહનીયના ઉદયથી] * માવતીપૂત્ર ના સાતમા શતકના આઠમા ઉદ્દેશકમાં દશ સંજ્ઞાઓ કહેવામાં આવી છે, અને આ દસ સંજ્ઞાઓ સર્વ જીવોને હોય છે, એમ કહેવામાં આવ્યું છે. ૦ દસ સંજ્ઞાઓનાં નામ : આહાર ભય/મૈથુન પરિગ્રહ/ક્રોધ/માનમાયા લોભ લોકઓધ. ૦ એકેન્દ્રિય જીવોમાં પણ આ દસ સંજ્ઞાઓ હોય છે, એ વાત વૃક્ષનું દૃષ્ટાન્ત આપીને સિદ્ધ કરવામાં આવી છે : ૧. વૃક્ષોને જલાહાર હોય છે. ૨. વૃક્ષોને ભય હોય છે, ભય વિના સંકોચ ન પામે. 3. વેલ જે વૃક્ષને વીંટળાય છે, તે પરિગ્રહ સંજ્ઞા સૂચવે છે. ૪. ‘કુરબક’ નામના વૃક્ષને સ્ત્રી જ્યારે આલિંગન આપે છે ત્યારે ફળે છે. આ મૈથુન સંજ્ઞા સૂચવે છે. For Private And Personal Use Only


Page Navigation
1 ... 605 606 607 608 609 610