Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 608
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૭ સંજ્ઞા ૫. રક્ત જલકમળ હુંકાર કરે છે, તે ક્રોધ સંજ્ઞા સૂચવે છે. ૯. “રૂદતી' નામની વેલ ઝરે છે, એ માન સંજ્ઞા સૂચવે છે. ૭. લતાઓ પોતાનાં ફળ ઢાંકી રાખે છે, માયાસંજ્ઞા સૂચવે છે. ૮. પૃથ્વીમાં કોઈ સ્થળે નિધાન દટાયેલું પડ્યું હોય છે, તેના પર બીલપલાસ વૃક્ષ પોતાનાં મૂળ નાંખે છે, એ લોભ સંજ્ઞા સૂચવે છે. ૯. રાત પડે છે ત્યારે કમળ-પુષ્પો સંકોચાઈ જાય છે, એ લોક સંજ્ઞા સૂચવે છે. ૧૦. વેલ વૃક્ષ પર ચઢે છે, એ ઓઘ સંજ્ઞા સૂચવે છે. મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી શબ્દાર્થવિષયક સામાન્ય બોધ થાય, તેનું નામ ઓઘ સંજ્ઞા અને વિશેષ બોધ થાય તેનું નામ લોક સંજ્ઞા. આઘારjTRપૂત્રની ટીકામાં કહેવાયું છે : લતાઓ જે વૃક્ષારોહણ કરે છે તે અવ્યક્ત સંજ્ઞા છે. તેથી જેમ જેનો ઉપયોગ અવ્યક્ત હોય તેનું નામ પસંજ્ઞા. અને લોકોએ પોતપોતાની કલ્પના મુજબ જે વિકલ્પો ઘડ્યા હોય દિા.ત., શ્વાનો યક્ષરૂપ છે, વિપ્રો દેવ સમાન છે...કાગડાઓ પિતૃઓ છે...પાંખના વાયુથી ગર્ભ રહે છે...વગેરે) તે લોકસંજ્ઞા કહેવાય, જ વાર મૂત્ર માં સોળ સંજ્ઞાઓ બતાવવામાં આવી છે. દસ સંજ્ઞાઓ ઉપર પ્રમાણે છે અને બીજી છ સંજ્ઞાઓ આ પ્રમાણે છે : ૧. મોહ, ૨, ધર્મ, ૩. સુખ, ૪. દુઃખ, ૫. શોક, અને ૬. જુગુપ્સા. બીજી રીતે ત્રણ પ્રકારની સંજ્ઞાઓ બતાવવામાં આવી છે : ૧. દીર્ઘકાલિકી ૨. હેતુવાદા, અને ૩. દૃષ્ટિવાદા. * ઘણા સમય પહેલાં બની ગયેલા બનાવો સ્મૃતિમાં તાજા થાય અને ભવિષ્યમાં શું કરવાનું છે, એ વાતનું ચિંતન થાય-તેનું નામ દીર્ઘકાલિકી સંજ્ઞા. પોતાના સુખના માટે જીવ પોતાના ઇષ્ટમાં પ્રવૃત્ત થાય અને અનિષ્ટથી નિવૃત્ત થાય, તેનું નામ હતુવાદા સંજ્ઞા. * સમકિતદષ્ટિ જીવો જે ઉપદેશ આપે તે દષ્ટિવાદા સંજ્ઞા. ચાર ગતિમાં સંજ્ઞાઓનું અલ્પબદુત્વ : નરકમાં મૈથુન સંજ્ઞાવાળા જીવો સહુથી થોડા, આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગુણા. પરિગ્રહ સંજ્ઞાવાળા સંખ્યાતગુણા, અને ભય સંજ્ઞાવાળા તેનાથી પણ સંખ્યાતગુણા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 606 607 608 609 610