________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંપ
કર્મબંધ ચાર પ્રકારે પ્રકૃતિ જ હોય છે. મોહનીય કર્મની મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીય બંધાતી નથી. બંધાય છે માત્ર મિથ્યાત્વમોહનીય. ઉદયમાં મિથ્યાત્વમોહ૦ મિશ્રમોહ૦ અને સભ્યત્વમોહ૦ ત્રણ આવે છે.
હજુ પણ નામકર્મની ઉત્તર પ્રવૃત્તિઓનો વિસ્તાર કરી શકાય છે; અને એ વિસ્તાર કરીએ ત્યારે આઠેય કર્મોની ૧૫૮ ઉત્તરપ્રકૃતિ થાય. પ્રસ્તુતમાં, કર્મબંધ ગ્રંથકારે સમજાવવો છે એટલે તેઓએ ૯૭ ભેદ બતાવ્યા છે. જો કે કર્મબંધનો વિચાર પ્રચલિત ૧૨૦ પ્રકૃતિઓનો છે; પરંતુ એના સંક્ષેપ ૯૭ પ્રકૃતિમાં થઈ શકે છે.
આ કમ કેવી રીતે બંધાય છે, તે સમજાવતાં ગ્રંથકાર કહે છે :
બંઘ ચાર પ્રકારે प्रकृतिरियमनेकविधा स्थित्यनुभागप्रदेशतस्तस्याः।
तीव्रो मन्दो मध्य इति भवति वन्धोदयविशेषः ।।३६।। અર્થ : આ રીતે આ પ્રકૃતિ અનેક પ્રકારની (૧૨૨ પ્રકારની) છે, તે પ્રકૃતિનાં, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ થાય છે, તેનાથી વિશિષ્ટ પ્રકૃતિબંધ થાય છે, તે તીવ્ર, મંદ અને મધ્યમ બંધ થાય છે, ઉદય પણ (પ્રકૃતિઓનો) તીવ્રાદિ ભેદ થાય છે. વિવેચન : ફની પ્રકૃતિ એટલે કર્મોના પ્રકારો.
તે કમ આત્માની સાથે કેવી રીતે બંધાય છે; તેની વૈજ્ઞાનિક પદ્ધતિએ પ્રક્રિયા અહીં બતાવવામાં આવી છે. મૂળ કર્મના પ્રકાર આઠ છે, અવાંતર પ્રકારો ૧૨૨ છે, તે ૧૨૨ પ્રકારો-કર્મના, કેવી રીતે બંધાય છે, તેનું શાસ્ત્રીય વિશ્લેષણ કરવામાં આવે છે.
જ્યારે આ કમાં બંધાય છે ત્યારે એની સ્થિતિ (કાળમાન), એનો રસ અને પ્રદેશો પણ સાથે જ બંધાય છે. સ્થિતિ-રસ-પ્રદેશના બંધથી પ્રકૃતિબંધ વિશિષ્ટ બને છે.
જીવ જ્યારે તીવ્ર આશયવાળો હોય છે, તીવ્ર વિચારો કરતો હોય છે ત્યારે પ્રકૃતિબંધ તીવ્ર થાય છે. જ્યારે જીવ મ આશયવાળો હોય છે ત્યારે પ્રતિબંધ પણ મંદ થાય છે. જ્યારે મધ્યમ કોટિના વિચારો કરતો હોય છે ત્યારે કર્મો મધ્યમ રીતે બંધાય છે.
તીવ્ર બંધાયેલાં કમાં જ્યારે ઉદયમાં આવે ત્યારે તીવ્ર અનુભવ કરાવે, મન્દ બંધાયેલા કર્મો ઉદયમાં આવે ત્યારે મન્દ અનુભવ કરાવે અને મધ્યમ બંધાયેલાં કમ મધ્યમ અનુભવ કરાવે છે. જેવો બંધ તેવો ઉદય
For Private And Personal Use Only