Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 568
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચ મહાવ્રતોની પચીસ ભાવના ૫૪૭ ૩. પરમાત્માએ કહ્યું છે : જે ક્રોધ, લોભ અને ભયને પરિહારે તે જ મુનિ!’ આવા મુનિ મોક્ષની સમીપ હોય છે. મોક્ષમાર્ગે ચાલતા તેઓ મૃષાનો ત્યાગ કરે. હું ક્રોધથી મુક્ત બનીને, કૃષાનો ત્યાગ કરું છું. ૪. લોભથી અભિભૂત ચિત્તવાળો મનુષ્ય અત્યંત અર્થકાંક્ષાથી અને ખોટી સાક્ષી આપીને અસત્ય બોલે છે, માટે સત્યવ્રતી મહાત્માએ લોભ ન કરવો જોઈએ. હું લોભનો ત્યાગ કરું છું. ૫. પોતાના પ્રાણ, ધન આદિની રક્ષાના ભયથી મનુષ્ય સત્ય નથી બોલતો. હું નિર્ભય બનીશ. નિર્ભયતાને આત્મસાત્ કરીશ, જેથી અસત્ય બોલાય નહીં. ત્રીજા મહાવ્રતની ભાવનાઓ : ૧. ઇન્દ્ર, રાજા, ધરનો માલિક, શય્યાતર, સાધર્મિક વગેરેના અવગ્રહની યાચના કરવાની જિનાજ્ઞા છે. હું એ પ્રમાણે જગાના માલિકનો અવગ્રહ યાચીશ, ૨. ‘અવગ્રહ (માગેલી જગા)માંથી જ તૃણ વગેરે લેવાં જોઈએ,' તે મુજબ ‘હું આ તૃણ વગેરેને લઉં?’ એમ અનુજ્ઞા માગીને તૃણાદિ લઈશ. ૩. જગાના માલિકે જગા આપી હોય તે છતાં વારંવાર એની અનુજ્ઞા માગવી જોઈએ. પાણી વગેરે પરઠવવાની જગા અને ચરણપ્રક્ષાલનની જગ્ય પણ માગવી જોઈએ અને એ જગાએં જ પરઠવવું જોઈએ, જેથી જગાના માલિકને ચિત્તસંક્લેશ ન થાય હું એ રીતે વર્તીશ. ૪. આગમોક્ત વિધિ મુજબ આહાર-પાણી લાવીને, ગુરુને બતાવીને, આલોવીને, ગુરુ કે વડીલની અનુજ્ઞા લઈને એકલા કે માંડલીમાં આહાર-પાણી વાપરવાનાં હોય છે; નહીંતર ‘ગુરુ-અદત્ત' દોષ લાગે. ૫. જે સ્થાનમાં, જે ક્ષેત્રમાં (પાંચ ગાઉ) માસકલ્પાદિ સાધુઓ રહેલા હોય, તે સ્થાનમાં કે ક્ષેત્રમાં બીજા સાધુઓને રહેવું હોય તો તેમણે પૂર્વે રહેલા સાધુઓની આજ્ઞા લેવી જોઈએ; નહીંતર ચોરીનો દોષ લાગે. હું એ રીતે અવગ્રહ યાચીને રહીશ. ચોથા મહાવ્રતની ભાવનાઓ : ૧. હું સ્નિગ્ધ આહાર નહીં કરે, અતિ આહાર નહીં કરું. સ્નિગ્ધ અને મધુર આહારથી કે જે અવશ્ય વિકારો પેદા કરે છે અને વીર્યને પુષ્ટ કરે છે, તેવો આહાર નહીં કરું. તેવો આહાર કરવાથી ભાંગવાસના જાગે છે અને બ્રહ્મચર્યનો ભંગ થાય છે અને શરીરને પણ નુકસાન થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610