Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 604
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આહારક : અનાહારક . ૫૮૩ એક વક્રા, દ્વિવક્રા, ત્રિવિક્રા અને ચતુર્વકા ગતિઓમાં વચલા સમયો નિરાહારઅનાહાર હોય છે અને પહેલો-છેલ્લો સમય આહારવાળો હોય છે. એકવકા ગતિ : જ્યારે જીવ ઊદ્ગલોકની પૂર્વદિશામાંથી અધોલોકની પશ્ચિમ દિશામાં જાય છે ત્યારે તે વક્રગતિ “એકવક્રા' કહેવાય. આ વક્ર ગતિ બે સમયની હોય-પહેલા સમયે જીવ સીધો અધોલોકમાં જાય, બીજા સમયે તીરછો પોતાના ઉત્પત્તિસ્થળે પહોંચી જાય. વિક્રા ગતિ : ઊદ્ગલોકના અગ્નિ ખૂણેથી અધોલોકના વાયવ્ય ખૂણે જીવ જાય તો દ્વિ-વક્રા ગતિ કહેવાય. આ ગતિમાં ત્રણ સમય લાગે. પહેલા સમયે સમશ્રેણીથી નીચો જાય, બીજા સમયે તીરછો પશ્ચિમ દિશામાં જાય અને ત્રીજા સમયે તરછો વાયવ્ય ખૂણામાં જાય. ત્રસ જીવોની વક્રગતિ આ બે પ્રકારની જ હોય. સ્થાવર જીવોની વક્ર ગતિ ચાર-પાંચ સમયની પણ થાય. પહેલા સમયે ત્રસ નાડીની બહાર અધોલોકની વિદિશામાંથી દિશામાં જાય. બીજા સમયે ત્રસ નાડીમાં પ્રવેશે. ત્રીજા સમયે ઉપર જાય અને ચોથા સમયે ત્રસનાડીમાંથી બહાર નીકળી, પોતાનું ઉત્પત્તિસ્થળ જે દિશામાં આવેલું હોય ત્યાં જાય. નિવક્રા ગતિ : જીવને દિશામાંથી વિદિશામાં જવું હોય તો પહેલા સમયે ત્રણ નાડીમાં પ્રવેશ કરે, બીજા સમયે ઊર્ધ્વગતિ કરે, ત્રીજા સમયે અધોલોકમાં જાય અને ચોથા સમયે ત્રસ નાડીની બહાર વિદિશામાં જાય. ચતુર્વક્રા ગતિઃ પહેલા સમયે વિદિશામાંથી દિશામાં જાય, બીજા સમયે ત્રાસ નાડીમાં પ્રવેશ કરે, ત્રીજા સમયે ઉપર જાય, ચોથા સમયે નીચે જાય અને પાંચમા સમયે ત્રસ નાડીની બહાર વિદિશામાં પોતાના ઉત્પત્તિસ્થળે જાય. મુખમાં કોળિઓ નાંખવો-પ્રક્ષેપવો, એનું નામ પ્રક્ષેપ-આહાર. આ પ્રક્ષેપાહાર એકેન્દ્રિય જીવોને, દેવોને અને નારકીના જીવોને હોતો નથી. અપર્યાપ્ત જીવોને ઓજ-આહાર હોય. [ઓજ-આહાર અનાભોગ જ હોય છે. સર્વ પર્યાપ્તિથી અપર્યાપ્ત જીવોને ઓજ-આહાર હોય. છે પર્યાપ્ત જીવોને લોમાકાર અને પ્રક્ષેપાહાર હોય. પર્યાપ્તિ પૂરી થયા પછી ગર્ભસ્થ જીવને લોમાહાર હોય છે. પ્રક્ષેપાહાર તો ત્યારે કરે કે જ્યારે મુખમાં કવળ નાંખે. છે એકેન્દ્રિય જીવો, દેવો અને નારકને પ્રક્ષેપાહાર નથી હોતો, પરંતુ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી સ્પર્શનેન્દ્રિયથી “લોમાહાર કરે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 602 603 604 605 606 607 608 609 610