Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 579
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મા પપ૮ પ્રશમરતિ અભિગ્રહ : અભિગ્રહ એટલે વિશિષ્ટ પ્રતિજ્ઞા ૧. દ્રવ્ય અભિગ્રહ : દા.ત., ‘જો અડદના બાકળા સૂપડામાં રહેલા મળશે તો જ લઈશ.” ૨. ક્ષેત્ર-અભિગ્રહ : દા.ત., “બેડીમાં જકડાયેલી, એક પગ ઉંબરની અંદર અને એક પગ ઉંબરની બહાર હોય એવી દાત્રી આપશે તો જ લઈશ.” ૩. કાળ-અભિગ્રહ : દા.ત., દિવસની બીજી પોરિસી વીત્યા પછી જ લઈશ.” ૪. ભાવ-અભિગ્રહ : દા.ત., “મૂંડાયેલા મસ્તકવાળી, રડતી દાત્રી આપશે. તો જ લઈશ.” આ ચાર પ્રકારોમાં સર્વે અભિગ્રહોનો સમાવેશ થઈ જાય. ૧૩. પર્યાMિ " એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધા જ જીવો પોતપોતાની યોગ્યતા મુજબ, પોતાનાં શરીર, ઇન્દ્રિયો, શ્વાસોચ્છુવાસ, ભાષા અને મનનું નિર્માણ કરે છે. આ નિર્માણ નથી બ્રહ્મા કરતા કે નથી કોઈ ઈશ્વર કરતો ! હા, આત્માને જ બ્રહ્મા કહો કે ઈશ્વર કહો, તો વાંધો નથી. શરીરાદિનું નિર્માણ કરવા માટે જીવાત્મામાં શક્તિ જોઈએ, જીવની સાથે અનાદિ કાળથી તૈજસ શરીર અને કાશ્મણ શરીર સૂક્ષ્મ શરીર] તો હોય જ છે. આ ઉપરાંત ઇન્દ્રિયસાપેક્ષ યોગ્યતા મુજબ દરેક જીવમાં એક શક્તિ પ્રગટે છે. અલબત્ત, આ શક્તિની પ્રાપ્તિમાં “કર્મ' તો સૂક્ષ્મરૂપે કારણ હોય જ છે. આ શક્તિનું નામ “પર્યાપ્તિ છે. પ્રથમર્મ ગ્રન્થ ની ટીકામાં કહ્યું છે : 'તિર્નામ પુકાનીપળઃ પુલ નઝાપરિપાનતઃ વિશેષ: પગલોના સમૂહમાંથી પ્રગટતી અને પુદ્ગલોનું ગ્રહણ-પરિણમન થવામાં હેતુભૂત શક્તિનું નામ પર્યાપ્તિ. શરીરથી મન સુધીની પાંચેય વસ્તુઓનું નિર્માણ પુદ્ગલોથી થાય છે તે તે પુદ્ગલો ગ્રહણ કરવાના હોય છે અને તે પુદગલોથી શરીરાદિનું નિર્માણ કરવાનું હોય છે. આ કાર્ય કરવાની આત્માની શક્તિ ઔદયિક નું નામ પર્યાપ્તિ છે. આ પર્યાપ્તિ છ પ્રકારની છે. એ છ પ્રકારો નીચે પ્રમાણે છે : ૧. ઉત્પત્તિના પહેલા જ સમયે જીવ શરીરને યોગ્ય, ઇન્દ્રિયોને યોગ્ય, શ્વાસોચ્છવાસને યોગ્ય, ભાષાને યોગ્ય અને મનને યોગ્ય પગલા ગ્રહણ કરે છે; જે શક્તિથી પુગલ-ગ્રહણ કરે છે તે શક્તિનું નામ “આહાર-પર્યાપ્તિ' છે. ૨૩. કારિકા-૨૨૨૨૨૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610