Book Title: Prashamrati
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 601
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૦ પ્રશમરતિ વચનયોગના ચાર પ્રકાર : ૧. સત્ય વચનયોગ. ૨. અસત્ય વચનયોગ. ૩. સત્યાસત્ય વચનયોગ. ૪. અસત્યામૃષા વચનયોગ. વચનના આ ચારેય યોગ, મનોયોગના ચાર પ્રકાર મુજબ જ છે; માત્ર વિચાર-ચિંતનના બદલે “બોલવાનું' સમજવું. મનોયોગમાં વિચારવાની ક્રિયા છે. વચનયોગમાં બોલવાની ક્રિયા છે. છે. ત્રીજા અને ચોથા મનોયોગ અને વચનયોગ સ્થળ વ્યવહાર-નયની અપેક્ષાએ છે. નિશ્ચય-નયની દષ્ટિએ તો જે અદુષ્ટ વિવક્ષા (જિનવચનને સાપેક્ષ) વાળું હોય તે જ્ઞાન અને વચન સત્ય છે અને અજ્ઞાનાદિથી દૂષિત આશયવાળું હોય તે બધું જ જ્ઞાન અને વચન અસત્ય છે. અર્થાત્ નિશ્ચયનય બે જ પ્રકારો માને છે–સત્ય અને અસત્ય. ભાષા અને વચનયોગમાં તફાવત : પ્રશન: આગમમાં ભાષાનું વર્ણન, વચનયોગથી જુદું કરવામાં આવ્યું છે, તો આ બેમાં શું તફાવત છે? ઉત્તર : વચનયોગ ભાષાનું પ્રવર્તન કરે છે. જીવાત્મા કાયયોગથી ભાવાવર્ગણાના પુગલોને ગ્રહણ કરે છે અને વચનયોગથી એ પુદ્ગલોને છોડે છે. બોલતી વખતે બંને ક્રિયાઓ ચાલતી રહે છે. સાવરફૂત્ર-વૃદ્રવૃત્તિ માં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે.) જો કે રહસ્યભૂત વાત તો જુદી જ છે. મનોયોગ અને વચનયોગ-બંને એક પ્રકારના કાયયોગ જ છે. કારણ કે જે જીવને કાયયોગ ન હોય તેને મનોયોગ અને વચનયાંગ પણ ન જ હોય. જેમ મુક્તાત્માને કાયયોગ નથી હોતો તો બીજા બે યોગ પણ નથી હોતા. આત્માનો શરીરવ્યાપાર હોય છે તો, કાયયોગથી શબ્દદ્રવ્યનું ઉપાદાન થાય છે, વચનયોગથી તે શબ્દદ્રવ્યોનું વિસર્જન થાય છે અને મનોયોગથી મનોદ્રવ્યનું ચિંતન થાય છે. આ રીતે વ્યવહાર માટે જ કાય-વ્યાપારને ત્રણ પ્રકારનો કહેલો છે! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 599 600 601 602 603 604 605 606 607 608 609 610