________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૦
પ્રશમરતિ
૮. મન-વચન-કાયાને સ્વાધ્યાયમાં શાસ્ત્રાધ્યયનમાં જોડી રાખતા હોય છે મહામુનિ. ધર્મગ્રન્થોનું અધ્યયન-અધ્યાપન-પરાવર્તન ચિંતન અને મનનમાં તેઓ ઓતપ્રોત રહેતા હોય છે. દિવસ-રાતના આઠ પ્રહરમાંથી પાંચ પ્રહર તેઓ શાસ્ત્રાભ્યાસ કરતા હોય છે.
૯. ક્યારેક તેઓ પદ્માસને બેસી, આંખોને નાસિકાના અગ્રભાગે સ્થાપિત કરી શ્રી નવકારમંત્રનું ધ્યાન કરે છે, ક્યારેક કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર બની ચોવીસ તીર્થંકરોનું ધ્યાન કરે છે, ક્યારેક હ્રદય કમલમાં અરિહંતાદે નવપદોનું ધ્યાન ધરે છે.
૧૦. આ રીતે જ્ઞાનોપાસનામાં, ધ્યાનારાધનામાં અને સંયમયોગોની પાલનામાં મહામુનિ પ્રમાદ નથી કરતા, અપ્રમત્ત રહે છે. જીવનની એક પળ પણ પ્રમાદમાં ન જાય તે માટે સદૈવ જાગ્રત રહે છે. મનના વિચારોને પણ પ્રમાદનો સ્પર્શ થવા દેતા નથી.
૧૧. તેથી એ મહાત્માઓના અધ્યવસાય વિશુદ્ધ બનતા જાય છે, નિર્મળ બનતા જાય છે. ઉત્તરોત્તર-વિશુદ્ધિ વધતી જાય છે...મુનિરાજ પરમાનન્દનો આસ્વાદ કરતા રહે છે. સંસાર-પરિભ્રમણ કાળમાં ક્યારેય ન અનુભવેલા સુખનો મધુર અનુભવ કરે છે.
૧૨. જેમ જેમ તેઓની અધ્યવસાયવિશુદ્ધિ થતી જાય છે તેમ તેમ ‘લેશ્યા'ઓની વિશુદ્ધિ થતી જાય છે તેજોલેશ્યા, પદ્મલેશ્યા કે શુક્લલેશ્યા, ત્રણમાંથી ગમે તે એક લેશ્યા તેમને રહે છે. કૃષ્ણલૈશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા તેમને સ્પર્શી શકતી નથી.
૧૩. આવા મહાત્માનું ચારિત્ર પરમ વિશુદ્ધ બને છે...પ્રશમરસમાં નિમગ્ન રહેનારા આવા મહાત્મા આત્મભાવની સ્થિરતારૂપ શ્રેષ્ઠ ચારિત્ર પામે છે.
૧૪. તેથી તેઓ કલ્યાણમૂર્તિ બને છે! ભદ્રમૂર્તિ બને છે! કાયામાં સ્વૈર્ય, વાણીમાં માધુર્ય, આંખોમાં કરુણા અને ભાવોમાં પરમ વિશુદ્ધિ! આવા ભદ્રમૂર્તિ મહાત્માનાં દર્શન કરવા માત્રથી દુદરતનો નાશ થાય છે...આત્માને શાન્તિપ્રસન્નતા મળે છે, ફાયિક ભાવો ઉપશાંત થાય છે.
૧૫, ઘાતીકોં : જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાયનો જો સર્વથા ક્ષય થઈ જાય તો એ મહાત્મા વીતરાગ સર્વજ્ઞ બની જાય! જો સર્વથા ક્ષય ન થાય, આંશિક ક્ષય થાય તો પણ આત્મગુણોનું વિપુલ પ્રાગટચ થઈ જાય છે.
૧૬. ઘાતીકર્મોના ક્ષયોપશમથી તે મહાત્માને અનેક ‘લબ્ધિઓ' પ્રાપ્ત થાય
For Private And Personal Use Only