________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૧૪
પ્રશમરતિ આત્મા, કર્મ, પરમાત્મા..... આદિ ઇન્દ્રિયાતીત તત્ત્વોને શાસ્ત્રો વિના કોણ સમજાવે? એ તત્ત્વોને સમજ્યા વિના આત્મહિતની આરાધના કેવી રીતે થઈ શકે? માટે આત્મહિતાર્થી મનુષ્યનો શાસ્ત્રો તરફ આદર પ્રગટે છે, શાસ્ત્રોની ઉપાદેયતા સમજાય છે. એ શાસ્ત્રાન હાથમાં લે છે, પરંતુ જ્યારે એ શાસ્ત્રોની ભાષા, પરિભાષા સમજાતી નથી, એનો અર્થ ભાવાર્થ સમજાતા નથી, તાત્પર્યાર્થઅંદપર્યાયર્થ સમજાતા નથી ત્યારે તે મુંઝાય છે, શાસ્ત્રો છે, પરંતુ હું એ શાસ્ત્રોને સમજી શકતો નથી, મને કોણ સમજાવે આ શાસ્ત્રો?” એના મનમાં આ પ્રશ્ન ઊઠે છે. એને જાણવા મળે છે કે આ શાસ્ત્રો તો જ્ઞાની-ગુરુદેવો સમજાવી શકે. કારણ કે તે ગુરુજનો સ્વયં પરમ આત્મહિતના આરાધક હોય છે અને શરણે આવેલા જીવોને કરુણાભર્યા હૃદયે આત્મહિતની આરાધનાનું માર્ગદર્શન આપે છે, શાસ્ત્રોનું અધ્યયન કરાવે છે, સૂત્ર, અર્થ, ભાવાર્થ અને તાત્પર્યાર્થ સમજાવે છે....”
એ આત્મહિતાર્થી સાધકના હૃદયમાં શિષ્યભાવ જાગ્રત થાય છે. વિનમ્રતાનો ઉત્તમ ભાવ ાગ્રત થાય છે. વિનમ્રતામાંથી વિનયનું સન્દર્ય પ્રગટે છે. સુવિનીત બનેલો આત્મા સદ્ગુરુની કૃપાનું પાત્ર બને છે. અને શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે.
એ સમજવું જોઈએ કે વિનયનો ભાવ સ્વયંભૂ પ્રગટે છે. બાહ્ય વિનયના પ્રકારો ભલે શીખવા પડતા હોય, આંતર બહુમાન શીખવાથી નથી શિખાતું. આત્મ-હિતની પ્રબળ ઇચ્છા જીવાત્માને શાસ્ત્રો તરફ આદરવાળો બનાવે છે અને એ આદર ગુરુજનો પ્રત્યે વિનમ્ર બનાવે છે. જ્યાંથી જે વસ્તુ મેળવાની હોય, અને એ વસ્તુ મેળવવાની તીવ્ર ઇચ્છા હોય, ત્યાં મનુષ્ય વિનમ્ર અને વિનીત બની જાય છે. એ વિના એ વસ્તુ એને મળી શકતી નથી.
कुलरूपवचनयावनधनमित्रेश्वर्यसंपदपि पुंसाम्।
विनयप्रशमविहीना न शोभते निर्जलेव नदी ।।६७।। અર્થ : પુરુષોને વિનય અને પ્રશમરહિત કુળ (ક્ષત્રિયાદિ) રૂપ (લક્ષણયુકત શરીર), વચન (પ્રિયવાદિતા), યોવન, ધન, મિત્ર અને એશ્વર્ય (પ્રભુતા) ની સંપત્તિ, પાણી વિનાની નદીની જેમ શોભતી નથી.
વિવેવન : આટલું બધું અભિમાન શા માટે? તમે ઉચ્ચ કુળમાં જન્મ્યા છો તે માટે? આટલી બધી અક્કડતા શા માટે? તમે લાખો આંખોને આકર્ષનારું રૂપ ધરાવો છો તે માટે? આટલી બધી ઉદંડતા શા માટે? વસંતની મદઘેલી મોસમ જેવું છલકાતું યૌવન છે, તે માટે? આટલો બધો ઘમંડ શા માટે? હજારો
For Private And Personal Use Only