________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથ્યાત્વ
૪૦૧ ૪. ભાવથી : સર્વ ભાવ જાણે, પણ જુએ નહીં. અવધિજ્ઞાન : પરોક્ષ જ્ઞાન મિતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ના ભેદોનું વર્ણન કરીને હવે પ્રત્યક્ષ જ્ઞાન અવધિ-મન:પર્યવ-કેવળના ભેદનું વર્ણન કરવામાં આવશે.
“અવધિજ્ઞાનના સંખ્યાતીત ભેદો છે..! એ બધા ભેદો કહેવાની કોઈની શક્તિ નથી. છતાં તત્ત્વજિજ્ઞાસુ જીવોના ઉપકાર માટે જ્ઞાની મહાપુરુષોએ ૨ ૬૧૪ ભેદો બતાવ્યા છે.
શ્રી તત્ત્વાર્થસૂત્રમાં અવધિજ્ઞાનના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) ભવપ્રત્યયિક, અને (૨) ક્ષયોપશમનિમિત્તક. બીજું નામ-ગુણપ્રત્યયિક છે.]
જન્મતાંની સાથે જ જે અવધિજ્ઞાન પ્રગટ થાય છે તે ભવપ્રત્યય' અવધિજ્ઞાન કહેવાય છે. અર્થાત્ જે અવધિજ્ઞાનના પ્રગટીકરણ માટે વ્રતનિયમ આદિ અનુષ્ઠાનોની અપેક્ષા રહેતી નથી, એવું જન્મસિદ્ધ અવધિજ્ઞાન, તે “ભવ પ્રત્યયિક કહેવાય.
જે અવધિજ્ઞાન જન્મસિદ્ધ નથી, પરન્ત જન્મ લીધા પછી વ્રત-નિયમ આદિ અનુષ્ઠાનોના બળથી પ્રગટે, તે ક્ષયોપશમનિમિત્તક અથવા ગુણપ્રત્યાયિક અવધિજ્ઞાન કહેવાય.
આ બંને પ્રકારનાં અવધિજ્ઞાન, અવધિજ્ઞાનાવરણ કર્મ'ના ક્ષયોપશમ વિના પ્રગટી શકતાં નથી. એટલે, અવધિજ્ઞાનનું સર્વસાધારણ કારણ તો અવધિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ છે જ, છતાં પણ જે બે ભેદ પાડવામાં આવ્યા છે તે ક્ષયપશમના નિમિત્તોની વિવિધતાની અપેક્ષાએ પાડવામાં આવ્યા છે.
સંસારની ચાર ગતિમાં, દેવગતિ અને નરકગતિ એવી ગતિઓ છે કે ત્યાં જન્મ-ભવ લેતાં જ યોગ્ય ક્ષયોપશમ થાય છે ને અવધિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ કરવા વ્રત-નિયમ કે તપશ્ચર્યાનાં અનુષ્ઠાન કરવાં પડતાં નથી.
જ્યારે, મનુષ્યગતિ અને તિર્યંચગતિમાં જીવોને, અવધિજ્ઞાન-યોગ્ય ક્ષયોપશમ કરવા માટે તપ-નિયમ આદિ અનુષ્ઠાન કરવા પડે છે. એટલે, આ બે ગતિમાં બધા જીવો અવધિજ્ઞાની ન હોય. ८२. 'संखाईयाओ खलु ओहिन्नाणस्स सव्वपयडीओ।' - विशेषावश्यक-भाष्ये ૮રૂ. વિરોધ: T૧૨-૨૨
भवप्रत्ययः क्षयोपशमनिमित्तश्च । २१ - तत्त्वार्थसूत्रे
For Private And Personal Use Only