________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦૨
પ્રશમરતિ
તિર્યંચગતિ અને મનુષ્યગતિમાં થતા અવધિજ્ઞાનના છ ભેદ બતાવવામાં
આવ્યા છે :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) આનુગામિક. (૨) અનાનુગામિક (૩) વર્ધમાન (૪) હીયમાન (૫) અવસ્થિત (૬) અનવસ્થિત.
અનુગામિક અવધિજ્ઞાન :
જેમ કુંભારના નિભાડામાં પાકીને લાલ થયેલો ઘડો તળાવમાં ડુબાડવામાં આવે તો પણ એની લાલાશ જતી નથી, તેમ કોઈ એક ઉપાશ્રયાદિ સ્થાનમાં ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન, અન્ય સ્થાનમાં જવા છતાં નાશ પામતું નથી. અર્થાત્ અવધિજ્ઞાની જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં અવધિજ્ઞાન એની સાથે જાય.
અનાનુગામિક અવધિજ્ઞાન :
જેમ કોઈ નૈમિત્તિક (જ્યોતિષી) અમુક સ્થાનમાં જ પ્રશ્નોના સાચા ઉત્તર આપી શકે છે, બીજા સ્થાનમાં નહીં, તેમ જે ઉપાશ્રયાદિ ક્ષેત્રમાં કાયોત્સર્ગાદ ક્રિયામાં રહેલા મહાત્માને અવધિજ્ઞાન પ્રગટયું હોય, તે સ્થાનમાં જ તે કાયમ રહે, અન્ય સ્થાનમાં જતાં જતું રહે. ક્ષેત્રાન્તરમાં અવધિજ્ઞાન સાથે ન જાય.
વર્ધમાન અવધિજ્ઞાન :
જેમ અગ્નિની ચિનગારી બહુ નાની હોવા છતાં, અધિક સૂકાં લાકડાં પ્રાપ્ત કરી ક્રમશઃ વધી જાય છે તેવી રીતે અવધિજ્ઞાન ઉત્પત્તિ સમયે અલ્પવિષયક હોવા છતાં વિશુદ્ધ પરિણામની વૃદ્ધિ થતાં ક્રમશઃ અધિક અધિક વિષયવાળું થતું જાય. અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા વિષયવાળું અવધિજ્ઞાન વધતાં વધતાં સંપૂર્ણ લોકવિષયક બની શકે.
હિયમાન અવધિજ્ઞાન :
જેમ અગ્નિમાં ઈંધણ નાખવામાં ન આવે તા ધીરે ધીરે અગ્નિશિખા ઘટતી જાય તેવી રીતે, ઉત્પત્તિના સમયે અવધિજ્ઞાન અધિક વિષયવાળું હોય પરંતુ પરિણામની શુદ્ધિ ઘટતાં ક્રમશઃ તે અલ્પ બનતું જાય. અસંખ્ય દ્વીપ, સમુદ્ર, પૃથ્વી.વિભાગોના વિષયવાળું અવધિજ્ઞાન ઘટતું ઘટતું અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું થઈ જાય.
८४. तदेतदवधिज्ञानं क्षयोपशमनिमित्तं षड्विधं भवति । शेषाणामति नारकदेवेभ्यः शेषाणां तिर्यग्योनिजानां मनुष्याणां च । तत्त्वार्थभाष्ये - १/२३
For Private And Personal Use Only