________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મતાનું વિશેષ ચિંતન एवं संयोगाल्पवहुत्वाद्यैर्नेकशः स परिमृग्यः ।
जीवस्यैतत् सर्वं स्वतत्त्वमिह लक्षणैर्दृष्टम् ।।२०३।। કર્થ : આ રીતે સંયોગ, અલ્પબદુત્વ વગેરે દ્વારા અનેક પ્રકારે આત્માની પરીક્ષા કરવી જોઈએ. અહીં જીવનું આ બધુ સ્વતન્તભૂત લક્ષણોથી જોવાયું છે.
વિવેવન : અપેક્ષાઓના માધ્યમથી “આત્મતત્ત્વ છે” અને “આત્મતત્ત્વ નથી' એમ કહી શકાય છે. એ અપેક્ષાઓની વિવિધતા ગ્રન્થકાર બતાવી રહ્યા છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાઓ બતાવ્યા પછી હવે ગ્રન્થકાર “સંયોગ' અને “અલ્પબદુત્વ'ની અપેક્ષાએ એ આત્મતત્ત્વની ગવેષણા કરે છે.
આત્મા, જેની જેની સાથે સંયુક્ત હોય તે તે સ્વરૂપે છે, અને જેનાથી સંયુક્ત નથી, તે અપેક્ષાએ નથી-એમ કહેવાય. દા.ત, નરકગતિના સંયોગથી નારક-જીવ છે, તે જીવો દેવગતિની અપેક્ષાએ નથી. દેવગતિના સંયોગથી દેવજીવો છે, તે જીવો નરકગતિની અપેક્ષાએ નથી. મનુષ્યગતિના સંયોગથી મનુષ્યજીવો છે, બીજી ગતિઓની અપેક્ષાએ એ મનુષ્ય જીવો નથી.
આ રીતે, અલ્પબદુત્વની અપેક્ષાએ આત્માનો વિચાર કરવો જોઈએ. જેમ કે ચાર ગતિમાં મનુષ્યગતિના જીવો સૌથી થોડા છે. એના કરતાં દેવો અસંખ્ય ગુણા છે અને તિર્યંચો એનાથીય અનન્તગુણા છે. એટલે, સંખ્યાની દષ્ટિએ મનુષ્યો તિર્યંચ નથી અને તિર્યંચો મનુષ્ય નથી-એમ કહી શકાય. સંખ્યાની દૃષ્ટિએ દેવો મનુષ્ય નથી અને મનુણ્ય દેવ નથી! પોત-પોતાની સંખ્યાની દૃષ્ટિએ મનુષ્યો છે, દેવો છે, તિર્યંચ છે, અને નારકી છે.
આમ, આત્માના અસ્તિત્વ-નાસ્તિત્વનો વિચાર બીજી-બીજી અપેક્ષાઓથી પણ થઈ શકે તત્ત્વાર્થાધિગમ-સૂત્રમાં નિર્દેશ-સ્વામિત્વ-સાધન-અધિદરણ આદિ અપેક્ષાઓ બતાવવામાં આવી છે.
ભિન્નભિન્ન અપેક્ષાના માધ્યમથી આત્માનું અસ્તિત્વ-નાસ્તિત્વ, નિત્યત્વઅનિત્યત્વ આદિ પ્રકાશિત કરનાર જિનશાસન, સાચે જ સર્વજ્ઞશાસન છે. સર્વજ્ઞ સિવાય અગમ-અગોચર તત્ત્વોનું આવું સ્પષ્ટ, યથાર્થ અને વ્યાપક સ્વરૂપ કોણ બતાવી શકે? ભારતીય દર્શનોમાં જૈનદર્શન સિવાય કોઈ દર્શને આ રીતે આત્મસ્વરૂપ બતાવ્યું નથી. ४५. निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः !
सत्संख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च । - तत्त्वार्थे/ अ. १, सूत्र-७-८
For Private And Personal Use Only