________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ અને કર્કશ વાણીને આભારી છે. આ વાત તમે વિચારી લેજે. અનેક શારીરિક રોગો અને સમસ્યાઓ મનુષ્યની અસંયમી કાયિક પ્રવૃત્તિઓને આભારી છે, આ વાત પર વિશ્વાસ કર.
તમે મુનિરાજ બન્યા છે. સંસારનાં બંધનો તોડી આત્માને શુદ્ધ, બુદ્ધ અને મુક્ત બનાવવા તમે સંયમનો માર્ગ લીધો છે. નિર્મમ અને નિઃસ્પૃહ બની તમારે જીવનયાત્રા, કર્યે જવાની છે. જો તમે મન-વચન કાયાને શુભમાં પ્રવર્તાવશો, અશુભમાં જતાં અટકાવશે તો તમારું સંયમજીવન સફળ બની જશે. તમે આત્માનંદ અનુભવી શકશો. તમે અપૂર્વ ચિત્તપ્રસન્નતા અનુભવી શકશો.
વિષયોનાં પ્રત્યાખ્યાન
सर्वार्थेष्विन्द्रियसंगतेषु वैराग्यमार्गविघ्नेषु । परिसंख्यानं कार्य कार्यं परमिच्छता नियतम् ।।१४८ ।। અર્થ : ઉત્કૃષ્ટ અને શાશ્વતું કાર્ય મોક્ષના અભિલાપી મુનિએ, વૈરાગ્યના માર્ગમાં વિઘ્ન કરનારા ઇન્દ્રિયસંબંધી વિષયોમાં સર્વદા પ્રત્યાખ્યાન કરવું જોઈએ.
વિવેચન : આ માનવજીવનમાં તમે કયું કાર્ય સિદ્ધ કરવા ઇચ્છો છો? અનિશ્ચિત સ્થિતિમાં ન રહો. નિર્ણય કરી લો. ગંભીરતાથી વિચાર કરીને નિર્ણય કરો. એ નિર્ણય કરીને, નિશ્ચિત કરેલા કાર્યને પાર પાડવા કટિબદ્ધ બનો.
ભૂલેચૂકે પણ ધનાઢ્ય-શ્રીમંત બનવાનો નિર્ણય ન કરતાં, અર્થ-પુરુષાર્થ ખૂબ વિષમતાઓથી ભરેલો છે. ધન કમાવામાં તન-મનની ખુવારી થઈ જાય છે. કમાયેલા ધનની સુરક્ષામાં મન અનેક પાપ-વિચારોથી મલિન થઈ જાય છે. હિંસા-જૂઠ વગેરે પાપોના આચરણથી અનેક ભય અને સંતાપથી જીવ ઘેરાઈ જાય છે. મેળવેલું ધન કાયમ ટકતું નથી, જ્યારે ધન ચાલ્યું જાય છે, ત્યારે જીવ ઐશ્વર્ય બેબાકળો બની જાય છે. અનેક અનર્થો સર્જાય છે. ભલેને દેવાનું હોય, છતાં તે વિનાશી છે અને ક્લેશ કરાવનારું છે.
ભલે ગૃહસ્થ પોતાની આજીવિકા પુરતો અર્થપુરુષાર્થ કરે, એનું લક્ષ્ય અર્થપુરુષાર્થ ન હોય, લક્ષ્ય તો “મોક્ષ પ્રાપ્તિનું જ હોય. જો ધન-સંપત્તિના વ્યામોહમાં જીવ ફસાયો તો એ પોતાનાં તન-મન ખુવાર ફરી નાંખવાનો! પોતાના પરલોકને અંધકારમય બનાવી દેવાનો. મોક્ષથી અસંખ્ય યોજન દૂર ફેંકાઈ જવાનો.
For Private And Personal Use Only