________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચો પુરુષાર્થ લેશે.. તમે મહાવ્રતધારી છો, જો હિંસા વગેરે ના વિચારોનું મનમાં તાંડવનૃત્ય ચાલ્યું તો તમારા મહાવ્રતો નષ્ટ થઈ જવાનાં, તમારું જીવન નિઃસાર બની જવાનું. તમે સંસારમાં ભટકતા થઈ જવાના.
તમે ધર્મધ્યાનમાં તમારા મનને રમતું રાખો. જિનાજ્ઞાઓનો વિચાર કરો. કર્મબંધના હેતુઓનો વિચાર કરો. કર્મોનાં પરિણામોનો વિચાર કરો. સમગ્ર ચૌદ રાજલોકના સ્વરૂપનું ચિંતન કરો. પંચપરમેષ્ઠિ ભગવંતોની ગુણસમૃદ્ધિના વિચાર કરો. જીવના અનંતકાલીન ભવ-ભ્રમણનો વિચાર કરો. કર્મોને પરાધીન જીવાત્માઓની દુર્ગતિઓમાં થતી ઘોર કર્થનાનો વિચાર કર.
જેવી રીતે વિચારોને પવિત્ર રાખવાના છે તેવી રીતે વાણીને પણ પવિત્ર રાખવાની છે. તમે જેટલા વધારે મૌન રહી શકો તેટલો વધારે આધ્યાત્મિક વિકાસ સાધી શકો. ખૂબ આછું બોલો. બોલવામાં તમારે જાગ્રત રહેવું પડશે.
ક્યારે પણ અસત્ય ન બોલશો. અહિતકારી ન બોલશો. અપ્રિય ન બોલશો. તમે જાણો છો ને કે મનુષ્ય ક્રોધાવેશમાં અસત્ય બોલી જાય છે? લોભદશામાં તણાયેલો મનુષ્ય અસત્ય બોલી જાય છે. ભયથી અને લોભથી પણ અસત્ય બોલી જાય છે. માટે તમે ક્રોધ-ભય અને લોભમાં તણાશો નહીં. હસવામાં પણ જૂઠ ન બોલાઈ જાય તેની તકેદારી રાખ
એવું અને એટલું જ બોલજો જેથી તમે કોઈ આફતમાં ન ફસાઈ જાઓ. પાપકર્મો બંધાઈ ન જાય, આટલી તકેદારી તમારા જીવનમાં હોવી અત્યંત આવશ્યક છે.
તમારા શરીરને-પાંચેય ઇન્દ્રિયોને પણ તમારે સંયમમાં રાખવાની છે. તમને ખ્યાલ હોવો જ જોઈએ કે પ્રમાદમાં પ્રવર્તતી ઇન્દ્રિયો અને કાયા, કેવા પાપકર્મો બંધાવે છે. તમારી આ સમજણ ખૂબ સ્પષ્ટ હોવી જોઈએ કે અશુભ અને પાપમય પ્રવૃત્તિઓમાં પ્રવર્તતી ઇન્દ્રિયો કેવા મોટા અનર્થો સર્જે છે.
માત્ર પરલોકની દૃષ્ટિએ જ નહીં, વર્તમાન જીવનની દૃષ્ટિએ પણ તમારે વિચારવાનું છે. મનમાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરવાથી, અસત્ય, અહિતકારી અને અપ્રિય વાણી ઉચ્ચારવાથી અને શરીરથી અસંયમની પ્રવૃત્તિ કરવાથી વર્તમાન જીવન પણ કેવું અશાન્તિભર્યું અને અનર્થકારી બની જાય છે, એ વાત સારી રીતે સમજી લેવી જોઈએ.
અનેક પ્રકારના માનસિક રોગો આર્ત-રૌદ્ર વિચારોનું પરિણામ છે. એ વાત સમજી લે, અનેકવિધ પારિવારિક અને સામાજિક ક્લેશ, અસત્ય-અભદ્ર
For Private And Personal Use Only