________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય લોકના વૈભવો क्षणविपरिणामधर्मा मर्त्यानामृद्धिसमुदयाः सर्वे।
सर्वे च शोकजनकाः संयोगाः विप्रयोगान्ताः ।।१२१।। અર્થ : મનુષ્યના સર્વે ઋદ્ધિસમૂહ ક્ષણમાં પલટાઈ જવાના ધર્મવાળા છે. સર્વે સંયોગો વિવાંગના અંતવાળા છે અને શોકજનક છે.
વિવેચન : દુનિયાનો પ્રત્યેક પદાર્થ પરિવર્તનશીલ છે. માનવી જે જે સમૃદ્ધિનો સંગ્રહ કરવા લલચાય છે. તે બધા જ પદાર્થો...વિભવો...સમૃદ્ધિ પરિવર્તનશીલ છે. કંઈ જ સ્થાયી નથી....કોઈ અવસ્થા શાશ્વતું નથી...ફોઈ પર્યાય અવિનાશી નથી.
જે વૈભવો જોઈને, મેળવીને માનવી રાજી થાય છે, એ વૈભવોની અવસ્થા બદલાતાં માનવી નારાજ થાય છે! એ વૈભવ ઉપરનો પ્રેમ ઓસરી જાય છે. માનવી શોકસાગરમાં ડૂબી જાય છે.
રૂપવાન પત્ની જ્યારે રોગના પ્રકોપથી કુરૂપ બની જાય છે ત્યારે કે મનઃસંતાપ થાય છે, તે કોઈ અનુભવી પતિને પૂછી જુઓ.
આ ધાન્યથી ભરેલા કોઠારો જ્યારે સડી જાય છે ત્યારે કેવો હંયાબળાપો, થાય છે, તે કોઈ ધાન્યના સંગ્રહકર્તાને પૂછી જુઓ!
સંગ્રહ કરેલા ઝવેરાતના ભાવો જ્યારે ગગડી જાય છે ત્યારે કેવી વેદના થાય છે, તે કોઈ ઝવેરીને પૂછી જુઓ!
સુંદર શરીરમાં જ્યારે ઠેર ઠેર કિડા પડી જાય છે, અનેક રોગોથી શરીર ભરાઈ જાય છે ત્યારે કેવું ઘોર દુઃખ થાય છે; તે કોઈ રોગીને પૂછી જુઓ.
અત્યંત નિકટનાં સ્નેહી-સ્વજનોનો સ્નેહ સુકાઈ જાય છે અને મિત્ર શત્રુ બની જાય છે ત્યારે કેવી પીડા થાય છે, તે તમારી જાતને પૂછી જુઓ!
તો પછી આ માનવજગતના વૈભવોની અભિલાષા શા માટે કરવી જોઈએ? તો પછી માનવજગતની સમૃદ્ધિની કામનાઓ શા માટે કરવી જોઈએ? માનવજગતના ક્ષણવારમાં બગડી જનારા ભોગસુખોમાં આસક્તિ શા માટે કરવી જોઈએ? ન કર અભિલાષા, ન કરો કામનાઓ આ તુચ્છ, અસાર અને પલવારમાં સડી જનારાં વૈષયિક સુખોની કામનાઓ....અભિલાષાઓ કરવી જ હોય તો આત્માની અવિનાશી ગુણસમૃદ્ધિની કરો. આત્માની શાશ્વતું ગુણસમૃદ્ધિ મેળવીને તમે સ્વયં કૃતકૃત્ય બની જશે.
For Private And Personal Use Only