________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬.
પ્રશમરતિ તેમણે પુત્રવધૂના મનને જરાય ઓછું ન આવે એ રીતે તેઓ પુત્રવધૂને સાચવવા લાગ્યા.
પુત્રવધૂ પાસે ઘરનું કોઈ કામ કરવાનું રહ્યું નહીં. એ પોતાના નિવાસખંડમાં રહે છે. જ્યારે તેને નિવાસખંડમાં બેસવાનું કે સૂવાનું ગમતું નથી, એ હવેલીના ઝરૂખામાં બેસીને રાજમાર્ગ પર જતા-આવતા માણસોને જુએ છે.
એક દિવસ, રાજમાર્ગ પરથી એક રૂપવાન યુવાન પસાર થાય છે. એની નજર શેઠની હવેલીના ઝરૂખા તરફ જાય છે. પુત્રવધૂ અને યુવાનની દ્રષ્ટિ મળે છે.....બંને વચ્ચે અનુરાગ થાય છે. રોજ એ રીતે એમની નજરો મળવા લાગી.ઇશારા થવા લાગ્યા. બંનેનાં હૃદય વિકારી બન્યાં મિલન-સંકેત થવા લાગ્યા.
સાસુ-સસરાને ખ્યાલ આવી ગયો. તેમણે વિચાર્યું કે “આ પરિસ્થિતિ સર્જાવાનું કારણ પુત્રવધૂની નવરાશ છે. નવરું મન પિશાચ છે. જીવાત્માને ઉન્માર્ગે લઈ જાય છે. તેનો નાશ કરે છે. તેમણે તુરત જ પુત્રવધૂને ઘરકામમાં જોડી, ખૂબ પ્રેમથી તેને ઘરનો કારોબાર સોંપ્યો. ગાય-ભેંસોની દેખભાળનું કામ, રસોઈ બનાવવાનું કામ, મહેમાનોની આગતા-સ્વાગતાનું કામ....પ્રભાત વલોણાનું કામ...બસ, કામ...કામ અને કામ! રાત પડે ને પુત્રવધુ થાકીને ઘસઘસાટ ઊંધી જાય છે! તેના વિકારો ઉપશાન્ત થઈ ગયા...પેલા પ્રેમીને પણ ભૂલી ગઈ ભયંકર પતનના ખાડામાં પડતી તે બચી ગઈ. તેનું જીવન પાવન બની ગયું.
આ દષ્ટાંત આપીને ગ્રન્થકાર મહર્ષિ સાધુ-સાધ્વીને નિરન્તર વિવિધ સંયમયોગોમાં પ્રવૃત્ત રહેવાની ભલામણ કરે છે. શ્રમણ-શ્રમણીએ એક ક્ષણ પણ પોતાના મનને નવરુંન પડવા દેવું જોઈએ. તેમના મનમાં પ્રતિક્ષણ તત્ત્વજ્ઞાનની રમણતા ચાલતી રહેવી જોઈએ. તેમની વાણી સદૈવ નિરવદ્યનિષ્પાપય રહેવી જોઈએ. તેમની તમામ કાયિક પ્રવૃત્તિઓ સાવધાનીયુક્ત થવી જોઈએ. કોઈપણ ઇન્દ્રિય શબ્દાદિ વિષયોમાં આસક્ત ન બનવી જોઈએ.
સવારથી માંડીને રાત્રે શયન કરે ત્યાં સુધીના તમામ સંયમયોગોમાં જરાય કંટાળ્યા વિના શ્રમણો રચ્યાપચ્યા રહે. પાંચ પ્રહર એટલે કે પંદર કલાક એ સ્વાધ્યાય-ધ્યાનમાં લીન રહે! એ સિવાયના સમયમાં આહાર, વિહાર અને નિહારની પ્રવૃત્તિ કરે.
આચારાંગમાં બતાવાયેલા આચારમાર્ગ અને વિચારમાર્ગ પર ચાલતા શ્રમણ અને શ્રમણીઓ ક્યારેય વિષય-કપાયાદિ શત્રુઓથી પરાભવ પામતા નથી.
For Private And Personal Use Only