________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બે વાર્તાઓ
૨૦૫
વિવેચન : એક શેઠ હતા. વર્ષોથી વેપાર કરતા હતા, પરંતુ શ્રીમંત નહોતા બની શક્યા. તેમને શ્રીમંત બનવાની ઝંખના હતી. એક વખત કોઇ એક યોગીનો ભેટો થઈ ગયો. તેમણે યોગીને શ્રીમંત બનવાનો ઉપાય પૂછ્યો. યોગીએ શેઠને એક મંત્ર આપ્યો અને કહ્યું : ‘આ મંત્રના જાપથી તમને એક પિશાચ વશ થશે. એ પિશાચ તમારી ઇચ્છા મુજબ તમને સુખ આપશે.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ ખુશ થઈ ગયા. મંત્રના જાપ શરૂ કયા. થોડા દિવસમાં જ શેઠે પિશાચને સાધી લીધો. શેઠની ખુશીનો પાર ન રહ્યો. શેઠે પિશાચને સુંદર હવેલી બનાવી દેવાની આજ્ઞા કરી, પિશાચે જોતજાંતામાં ભવ્ય હવેલી બનાવી દીધી. શેઠે તિજોરીને સોના-ચાંદીથી ભરી દેવાની આજ્ઞા કરી, પિશાચે થોડી જ ક્ષણોમાં સોના-ચાંદીથી તિજોરી ભરી દીધી. શેઠે ધાન્યના કોઠારો ભરી દેવાની આજ્ઞા કરી, પિશાચે થોડી જ વારમાં કોઠારો ધાન્યથી છલકાવી દીધા....શેઠ જે આજ્ઞા કરે, પિશાચ તુરંત જ એ કામ પૂરું કરે. સાંજ પડતાં પિશાચે શેઠને કહ્યું : 'આજ્ઞા કરો'.
શેઠે કહ્યું : હવે કાલે આજ્ઞા કરીશ.
પિશાચું કહ્યું
ના, મને નિરંતર આજ્ઞા કરો, નહીંતર હું તમને ખાઈ
જઈશ...
શેઠ ગભરાયા, પરન્તુ તત્કાલ તેમના મનમાં એક ઉપાય સૂઝી આવ્યો. તેમણે પોતાની હવેલીની સામે મેદાનમાં લાકડાનો એક થાંભલો ઊભો કરાવ્યો અને પિશાચને કહ્યું : જ્યાં સુધી હું તને બીજું કોઈ કામ ન બતાવું ત્યાં સુધી આ થાંભલા ઉપર ચઢવાનું અને ઊત૨વાનું કામ કર્યા કરવાનું!
બિચારો પિશાચ! થાંભલા ઉપર ચઢ-ઊતર કર્યા જ કરે છે! શેઠ નિર્ભય
બન્યા.
આ દૃષ્ટાંત આપીને ગ્રન્થકાર સાધુ-સાધ્વીને નિરંતર આચારાંગનિર્દિષ્ટ સંયમાનુષ્ઠાનમાં નિમગ્ન રહેવાનું કહે છે. મન-વચન-કાયાના યોગોને સંયમના યોગોમાં પ્રવૃત્તિશીલ રાખવાનો ઉપદેશ આપે છે. મન-વચન-કાયાના યોર્ગો પિશાચ જેવા છે! એમને નિરન્તર સત્પ્રવૃત્તિમાં જોડી રાખવામાં ન આવે તો આત્માને ખાઈ જાય! આત્માનું દુર્ગતિમાં પતન કરે!
એક શ્રીમંત શ્રેષ્ઠી હતા.
તેમનાં એકનો એક યુવાન પુત્ર અચાનક ગુજરી ગયો. માતા-પિતાને અપાર દુ:ખ થયું, યુવાન પુત્રવધુની દુઃખમય સ્થિતિ જોઈને તેઓ વધુ ચિંતાતુર બન્યાં.
For Private And Personal Use Only