________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મોના ઉત્તરભેદ
૫૩
અવ્યાબાધ સ્થિતિ, વીતરાગતા, અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુતા અનંતવીર્ય છે, તે તો આવરાયેલું, દબાયેલું પડ્યું છે.
કેવી કેવી પ્રવૃત્તિથી, કેવાં કેવાં કર્મ બંધાય છે અને એ બંધાયેલાં કર્મો જીવ ૫૨ કેવા કેવા પ્રભાવ પાડે છે - આ વિજ્ઞાન અવશ્ય પ્રાપ્ત કરવું જોઈએ. અહીં આ શ્લોકમાં તો માત્ર મૂળ પ્રકૃતિબંધ આઠ પ્રકારનો બતાવીને ગ્રંથકાર એના ઉત્તર-અવાંતર ભેદ બતાવવા આગળ વધી ગયા છે.
કર્મસિદ્ધાન્ત-કર્મવિજ્ઞાનની પાયાની વાત છે આ મૌલિક કર્મબંધ. સમગ્ર કર્મ-ફિલસૂફીની આધારશિલા આ છે. આ આઠ કર્મોનું સ્વરૂપ સારી સૂક્ષ્મતાથી સમજી લેવું જોઈએ.
આત્માની સ્વભાવદશાને આવૃત્ત કરીને વિભાવદશામાં રમણતા કરાવનારાં આ આઠ પ્રકારનાં કર્મો, સમગ્ર જીવસૃષ્ટિ પર છવાયેલાં છે. કોઈ સંસારવર્તી જીવ આ કર્મોના પ્રભાવથી બચેલો નથી. આવાં આ અવિધ ફર્મોની ઓળખ વિસ્તારથી કરાવવા, એના અવાન્તર પ્રકારો બતાવવામાં આવે છે.
કર્મોના ઉત્તરભેદ
पञ्च नव द्वयष्टाविंशतिकश्चतुः षट्कसप्तगुणभेदः । द्विपञ्चभेद इति सप्तनवतिभेदास्तथोत्तरतः । १३५ ।।
અર્થ : આ પ્રમાણે ક્રમશઃ પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, ચાર, બેતાલીસ (૬X૭) બં અને પાંચ-એમ (આઠ કર્મોના) સત્તાણું ભેદ થાય છે.
વિવેચન : મૂળ કર્મબંધ આઠ પ્રકારે થાય.
ઉત્તર-ભેદોએ સત્તાણું પ્રકારે થાય. અહીં તે મૂળ આઠ કર્મોના ક્રમથી ઉત્તર ભેદો અંકોમાં બતાવવામાં આવ્યા છે, તે ભેદોનાં નામ સંક્ષેપમાં અહીં બતાવાય છે
(૧) જ્ઞાનાવરણ : ૧. મતિજ્ઞાનાવરણ, ૨. શ્રુતજ્ઞાનાવરણ, ૩. અવધિજ્ઞાનાવરણ, ૪, મન:પર્યવજ્ઞાનાવરણ અને ૫, કેવળજ્ઞાનાવરણ.
(૨) દર્શનાવરણ : ૧. ચતુદર્શનાવરણ. ૨. અક્ષુદર્શનાવરણ. ૩. અવધિદર્શનાવરણ. ૪. કેવળદર્શનાવરણ, ૫, નિદ્રા. ૬, નિદ્રાનિદ્રા. ૭. પ્રચલા. ૮. પ્રચલાપ્રચલા. ૯. થીણદ્ધિ
(૩) વેદનીય : ૧. શાતાવેદનીય. ૨. અશાતાવંદનીય,
(૪) મોહનીય : ૧, સમ્યક્ત્વમોહનીય. ૨. મિશ્રમોહનીય, ૩. મિથ્યાત્વ
For Private And Personal Use Only